Bigg Boss 17/ આ દિવસથી શરૂ થશે ટીવી પર ‘બિગ બોસ 17’ ? સલમાન ખાનની દમદાર એન્ટ્રી માટે થઈ જાઓ તૈયાર

‘બિગ બોસ ઓટીટી 2’ સમાપ્ત થતાંની સાથે જ લોકો હવે ‘બિગ બોસ 17’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. TRP લિસ્ટમાં ‘ખતરોં કે ખિલાડી 13’ને ટક્કર આપવા માટે ‘બિગ બોસ 17’ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

Trending Entertainment
big boss 17

ટેલિવિઝન વિશ્વનો સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’ ફરી એકવાર દસ્તક આપવા જઈ રહ્યો છે. ‘બિગ બોસ’ એક એવો રિયાલિટી શો છે, જેની એક સીઝન પુરી થયા બાદ ચાહકો તેની બીજી સીઝનની આતુરતાથી રાહ જુએ છે અને હવે તેની નવી સીઝન એટલે કે ‘બિગ બોસ 17’નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ‘બિગ બોસ ઓટીટી 2’ પછી સલમાન ખાન હવે ‘બિગ બોસ 17’ને લઈને ચર્ચામાં છે. ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે શોમાં સ્પર્ધકો આવશે અને શો ક્યારે શરૂ થશે. ‘બિગ બોસ 17’ની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.

આ હશે બિગ બોસ 17 ની થીમ

આ વખતે કપલ vs સિંગલ ‘બિગ બોસ 17’ની થીમ રાખવામાં આવી છે. આ વખતે શોમાં કેટલાક ચહેરા કપલ અને સિંગલ સ્પર્ધકો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, શોના મેકર્સ રિયલ લાઈફ કપલની શોધમાં છે. જોકે, હજુ સુધી શોની થીમ અને સ્પર્ધકોને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બિગ બોસ 17 આ દિવસથી થશે શરૂ 

‘બિગ બોસ 17’ 30 સપ્ટેમ્બરના રોજ પ્રીમિયર માટે તૈયાર છે. ‘બિગ બોસ ઓટીટી 2’ના કેટલાક સ્પર્ધકોને ‘બિગ બોસ 17’માં આવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, હજુ સુધી સ્પર્ધકો વિશે કોઈ સત્તાવાર માહિતી આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ ચાર જોડી અને પાંચ સિંગલ કન્ટેસ્ટન્ટ લાવશે. આ નવી સિઝનમાં ઘણી મસ્તી જોવા મળશે.

ટ્વિટર હેન્ડલ #BiggBoss_Tak જે શો વિશે દૈનિક અપડેટ્સ શેર કરે છે, નિર્માતાઓની સત્તાવાર જાહેરાત અનુસાર  , શો આવતા મહિને શરૂ થશે અને આ વખતે શોની થીમ કપલ વિરુદ્ધ સિંગલ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘પંડ્યા સ્ટોર’ ફેમ કંવર ધિલ્લોન અને એલિસ કૌશિક આ શોમાં જોવા મળવાના છે. હજુ સુધી શોના નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પણ વાંચો:Entertainment/જેકલીન ફર્નાન્ડિસે ન્યૂયોર્કમાં આ કાર્યક્રમમાં આપી હતી હાજરી, વિદેશી ધરતી પર લહેરાતો જોવા મળ્યો હતો તિરંગો

આ પણ વાંચો:વિવાદ બાદ કેસ/ચંદયાન-3ની મજાક ઉડાવી અભિનેતા પ્રકાશ રાજને પડી ભારે, નોંધાયો પોલીસ કેસ

આ પણ વાંચો:Chandrayaan-3 Landing/કરીના કપૂરથી લઈને મનોજ જોશી સુધીના આ સ્ટાર્સે ‘ચંદ્રયાન 3’ પર કરી પોતાની ખુશી વ્યક્ત