રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં રખડતા ઢોરની સંખ્યા વધુ છે. પરંતુ હવે કૂતરાઓએ પણ આતંક મચાવ્યો છે. પડધરી તાલુકાના થોરીયાળી ગામે 15 લોકોને કૂતરાઓ કરડ્યા છે.
થોરીયાળી ગામમાંથી આવી રહેલા પ્રાથમિક અહેવાલ મુજબ ગામના કેટલાક કૂતરા પાગલ થઈ ગયા હોવાની સામાન્ય ચર્ચા છે. જેના કારણે કૂતરાએ 15 લોકોને કરડ્યા છે. કૂતરાઓ કરડેલા 15માંથી કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કૂતરાનો શિકાર બનેલા મોટાભાગના લોકો ખેડૂતો છે. થોરીયાળી ગામેથી કુતરાઓનો આતંક અટકાવવા ગ્રામજનોએ માંગ કરી છે.
ગુજરાતમાં રખડતા ઢોર પર અત્યાચારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે બધાને તેની ગંભીરતાની ખબર પડી. સરકારે પણ આવી સમસ્યાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તાજેતરમાં રખડતા ઢોર પ્રત્યેની ક્રૂરતાને રોકવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.
જો કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં એક નવી સમસ્યા સામે આવી છે. અહીં કૂતરાએ આતંક મચાવ્યો છે. ગામના 15 લોકોને રખડતા કૂતરાએ કરડ્યા છે. જેમાંથી કેટલાકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને
આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત
આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા
