અમદાવાદઃ જુલાઈમાં વરસાદની ધમાકેદાર બેટિંગ પછી ઓગસ્ટ મેઇડન ઓવર જેવો કોરો જવાના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણી સર્જાઈ હતી. પણ હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશના કેટલાક ભાગોમાં ચોમાસાએ વિરામ લીધા બાદ ચોમાસુ ફરીથી સક્રિય થયું છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આજથી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને તે છ સપ્ટેમ્બરથી વધુ મજબૂત થશે.
અંબાલાલે જણાવ્યું હતું કે આગામી સમયમાં 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. તેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વરસાદ રહેશે. તેની સાથે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત છથી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પણ વરસાદ રહેશે.
આ ઉપરાંત વલસાડ, ભાવનગર, ગીર, પોરબંદર, જામનગર અને સોમનાથમાં પણ વરસાદ વરસશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. તેઓએ જણાવ્યું હતું કે વરસાદ ફક્ત સપ્ટેમ્બર સુધી જ મર્યાદિત નહી રહે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ સર્જાતા પણ વરસાદ થશે. આ સમયગાળઆમાં ભરૂચ, સાપુતારા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. આમ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આમ સપ્ટેમ્બરનું બીજું સપ્તાહ ખેડૂતો માટે આનંદના સમાચાર લઈને આવશે.
ફક્ત ગુજરાત જ નહી દેશના બીજા કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. કેટલાય હિસ્સાઓમાં વરસાદની સરેરાશ 100 ટકાને વટાવી શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ થવાથી ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. આ બે સિસ્ટમના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે. મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે.
આ પણ વાંચોઃ રાહત/ આવકવેરા ભરનારાઓ માટે સારા સમાચાર, ઘણા લોકોને હવે પહેલા કરતા ઓછો ટેક્સ ભરવો પડશે
આ પણ વાંચોઃ Anand Mahindra News/ હવે મહિન્દ્રા થાર પણ ચંદ્ર પર ઉતરશે! જુઓ વીડિયો
આ પણ વાંચોઃ Accident/ જમ્મુ-કાશ્મીરમાં સેના વાહન અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત,17 પોલીસ કર્મી અને 3 મહિલા કેદી ઇજાગ્રસ્ત
આ પણ વાંચોઃ CVoter Survey/ વન નેશન વન ઇલેકેશન કોને થશે ફાયદો,જાણો સર્વેના આંકડા ચોંકાવી દેશે!
આ પણ વાંચોઃ Asia Cup/ ભારતીય ટીમને મોટો ફટકો,ફાસ્ટ બોલર બુમરાહ મુંબઇ પરત ફર્યો,જાણો કેમ?
