રેવાનું રોદ્ર રૂપ/ નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ,મધ્યરાત્રીએ ડભોઇ તંત્ર દ્વારા ચાર ગામોને અપાયું એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખુલતા જ નર્મદા નદીનું નયનરમ્ય સ્વરૂપ રોદ્ર રૂપમાં નીચાણવાસમાં ફેરવાઈ જવાનું શરૂ થઈ ગયું છે.

Gujarat Vadodara
  • સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ પાણી છોડાયું
  • ચાંદોદના મુખ્ય બજારોમાં એક માળ સુધી ભરાયા પાણી
  • લોકો પોતાના જીવના જોખમે કરી રહ્યા છે સ્થળાંતર

Narmada News: ડભોઇ તાલુકાના ચાંદોદ ગામે મધ્યરાત્રીએ સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇ ડભોઇ તંત્ર દ્વારા ચાર ગામોને એલર્ટ અપાવ્યું હતું.ચાંદોદના મુખ્ય બજારોમાં એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકો પોતાના જીવના જોખમે સ્થળાંતર કરતા જોવા મળી રહ્યા છે ચાંદોદ આખું જળમગ્ન બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામે મધ્યરાત્રીએ સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇ ડભોઇ તંત્ર દ્વારા ચાર ગામોને એલર્ટ અપાવ્યું હતું. ચાંદોદ ભીમપુરા નંદેરીયા અને કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે વાત કરીશું સુપ્રસિદ્ધ ચાંદોદ ની તો ચાંદોદ માં એક માળ સુધી દુકાનો મકાનો તેમજ મંદિરોમાં  નર્મદા પાણી ફરી વળ્યા છે.

નર્મદા નદીનું વ્રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે ત્યારે ચાંદોદના મુખ્ય બજારોમાં એક માળ સુધી પાણી ભરાયા છે હાલ ઓરસંગ નદી તેમજ નર્મદા નદી ઉફાન ઉપર છે ત્યારે મુખ્ય બજારોમાં એક એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકો પોતાનું ઘરવખરી નું સામાન નાવડીમાં લઈ જઈ પોતાના જીવના જોખમે સ્થળાંતર કરતા જોવા મળી રહ્યા છે.

ખૂબ જ ઝડપથી નર્મદા નદીનું પાણી છે તે વધી રહ્યું છે અને ચાંદોદ બજાર આગળ ચાંદોદ આખો જળમગ્ન બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે.

આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરમાં 1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો:મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ

આ પણ વાંચો:24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ

આ પણ વાંચો:સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત