America/ રાષ્ટ્રપતિ જો બાઈડેનનો ‘કમાન્ડર’ કાબૂ બહાર, અધિકારીને ભર્યા બચકા

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કૂતરો ‘કમાન્ડર’ બેકાબૂ થઈ ગયો છે.

Top Stories World

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કૂતરો ‘કમાન્ડર’ બેકાબૂ થઈ ગયો છે. બે વર્ષીય જર્મન શેફર્ડે ‘કમાન્ડરે’ સોમવારે સવારે વ્હાઇટ હાઉસમાં અન્ય યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટને બચકું ભરી લીધુ હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ‘કમાન્ડર’ દ્વારા આ 11મો હુમલો છે. અગાઉ કમાન્ડરે વ્હાઇટ હાઉસ અને જો બાઈડેનના પરિવારના ઘર પર હાજર ગાર્ડ્સને નિશાન બનાવ્યા હતા.

મળતી માહિતી મુજબ, સિક્રેટ સર્વિસ યુનિફોર્મ્ડ ડિવિઝનનો એક પોલીસ અધિકારી ‘કમાન્ડર'(કૂતરો)ના નિશાના પર બન્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ (USSS)ના કોમ્યુનિકેશન્સ ચીફ એન્થોની ગુગલીએલ્મીને સીએનએન દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે ‘કમાન્ડર’નો ભોગ બનેલી વ્યક્તિની સારવાર કરવામાં આવી છે.

જો બાઈડેનનો બીજો કૂતરો ‘મેજર’ પણ આક્રમક બન્યો

ઇજાગ્રસ્ત અધિકારીએ મંગળવારે સિક્રેટ સર્વિસ યુનિફોર્મ્ડ ડિવિઝનના ચીફ આલ્ફોન્સો એમ. ડાયસન સિનિયર સાથે વાત કરી હતી અને તે સારી સ્થિતિમાં છે, એમ ગુગલેલમીએ જણાવ્યું હતું. સીએનએન અને યુએસ સિક્રેટ અનુસાર,જો બાઈડેનના ‘કમાન્ડર’ (કૂતરા)એ વ્હાઇટ હાઉસ અને ડેલાવેરમાં ઓછામાં ઓછા 11 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આમાં નવેમ્બર 2022ની ઘટના પણ સામેલ છે જેમાં કૂતરાએ અધિકારીને તેના હાથ અને જાંઘ પર કરડ્યો હતો. ઘટના બાદ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પહેલા જુલાઈમાં વ્હાઈટ હઉસના અધિકારીએ કહ્યું હતું કે, સતત હુમલાઓ બાદ બાઈડેન પરિવારે કમાન્ડરને ટ્રેનિંગ આપી હતી. રિપોર્ટ અનુસાસ, જો બાઈડેનના બીજા કુતરા ‘મેજર’ પણ વ્હાઈટ હાઉસમાં ઘણા લોકોને બચકા ભરી ચુક્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મેજરને હટાવ્યા બાદ કમાન્ડરને 2021માં લાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: રાજકોટ/ રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટનનો IPhone ચોરાયો કે ખોવાયો?

આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત-પીએમ મોદી/ વાઇબ્રન્ટ ગુજરાત, 20 વર્ષ પહેલા રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યુઃ મોદી

આ પણ વાંચો: India Canada News/ UNમાં એસ જયશંકરનો ફટકાર સાંભળી કેનેડાએ દુ:ખડા ગાયા…