ભાવનગર/ આવ્યા હતા ઈજાગ્રસ્ત હાથનું ઓપરેશન કરાવવા, ડોક્ટરની બેદરકારીના લીધે હવે બંને હાથે પાટા

ભાવનગર સર્ટી હોસ્પિટલના ડોક્ટરો પર અનેક વખત બેદરકારીના આક્ષેપો લાગ્યા છે ત્યારે વધે એક ઓર્થોના દર્દીનું ઓપરેશન માં બેદરકારી થઈ હોવાનું સામે આવ્યું છે,

Gujarat Others

@હિરેન ચૌહાણ 

Bhavnagar News: ભાવનગર સર્ટી હોસ્પિટલના ડોક્ટરો પર અનેક વખત બેદરકારીના આક્ષેપો લાગ્યા છે ત્યારે વધે એક ઓર્થોના દર્દીનું ઓપરેશન માં બેદરકારી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ભોગ બનનાર દર્દી જીજ્ઞેશભાઈ રમેશભાઈ મોરવડીયા એ જણાવેલ કે ગત તા.૨૨-૯-૨૦૨૩ ના રોજ અકસ્માતે પડી જતા તેઓ ને ડાબા હાથે ઇજા પહોંચી હતી જેની સારવાર માટે તેઓને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પર ના ડોક્ટરે જરૂરી તપાસ કરી જીજ્ઞેશભાઈ નું હાથ નું ઓપરેશન કરવું પડશે તેવું જણાવેલ ત્યાર બાદ જીજ્ઞેશને ઓપરેશન થેતર માં લીજવામાં આવેલ જ્યાં ડોકટર દ્વારા ડાબા હાથની જગ્યાએ જમણા હાથે ઓપરેશન કરી નાખવામાં આવ્યું.

ત્યારબાદ ડોકટરની ટીમ દ્વારા ખોટા હાથે ઓપરેશન થાયની ચર્ચા જીજ્ઞેશને ધ્યા ને આવેલ ત્યાર બાદ જીજ્ઞેશ દ્વારા બનાવની જાણ સમાજના આગેવાનોને થતા કાળુભાઇ જાબુચા,વિષ્ણુભાઈ કાંમબ્ડ,હિરેનભાઈ વાઘેલા,રાકેશભાઈ બારૈયા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચી ભોગ બનનાર દર્દીની મુલાકાત લઈ ડો.સાથે ચર્ચાઓ કરવામાં આવેલ પરંતુ ડોકટર દ્વારા ઓપરેશન ની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું અને ઓપરેશન કરવું હોય તો પ્રાઇવેટમાં લઇ જાવ તેવું જાણવામાં આવ્યું હતું. હાલ પરિવાર દ્વારા જીજ્ઞેશને આયુષ્યમાંન કાર્ડમાં બહાર ઓપરેશન કરવા માટેની કર્યવાહી કરવામાં આવેલ છે

અત્રે ઉલ્લેખનીય છે કે,ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માટે સરકારી હોસ્પિટલ ખુબજ લાભ દાયક હોય છે ત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલના ડોક્ટર ની અનેક બેદરકારી ના આક્ષેપો ભૂતકાળ માં પણ લાગેલ છે અનેક દર્દીના મોત પાછળ પણ ડોકટરની બેદરકારીના આક્ષેપો લાગેલા છે. અને વિરોધ પણ કરવામાં આવ્યો છે ત્યારે સુ કોઈ ડોકટર વિરુદ્ધ કર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે પણ ચર્ચા નો વિષય બન્યો છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી