સુરત/ લીંબાયત વિસ્તારમાં બીજી પત્નીએ કરી પતિની હત્યા, કારણ જાણીને તમને લાગશે નવાઈ

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં બીજી પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Gujarat Surat
પતિની હત્યા

ડાયમંડ સીટી સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના લિંબાયત વિસ્તારમાં બીજી પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિએ નોકરી પર રજા પાડીને પહેલી પત્ની અને બાળકને મળવા જવાની વાત કરતા બીજી પત્ની ઉશ્કેરાઈ ગઇ અને ગુસ્સામાં છરી અને લાકડાના ફટકાથી પતિની હત્યા કરી હતી.

આપને જણાવી દઈએ કે, શહેરના લિંબાયતના રાવનગરમાં પત્નીએ લાકડાના ફટકા મારી પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કરનાર બીજી પત્ની શબનમ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પતિ નોકરી ઉપર રજા પાડીને પોતાની પહેલી પત્નીને અને બાળકોને મળવા જવાનું કહેતા યુવકની બીજી પત્નીએ ગુસ્સામાં પોતાના પતિ ઉપર છરી તેમજ લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હતો.  ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. પોલીસે આરોપી શબનમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:ગુજરાતમાં કેજરીવાલને ઝટકો, AAP ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપને આપશે સમર્થન

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશના 15મા સીએમ બન્યા સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રીએ ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ

આ પણ વાંચો:ગુજરાતમાં AAPએ બગાડી રમત : પી ચિદમ્બરમ