જામનગરઃ રાજ્યમાં ચોમાસુ વિદાય લઈ ચૂક્યુ છે ત્યારે કપાસ અને મગફળીનો પાક લઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પહોંચી રહ્યા છે. જો કે ખેડૂતોને અહીં કપાસના ભાવ ઓછા મળતા તેમનામાં નિરાશા છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ખેતી જણસો માટેનું પીઠું ગણાય છે. અહીં ખેડૂતોને કપાસ, મગફળી અને અન્ય જણસોના સારા ભાવ મળતા હોઈ છે. જો કે આ વખતે પાછળથી વરસાદ પાડવાને કારણે કપાસના પાકને નુકશાન થયું છે.
વરસાદને કારણે કારણે કપાસનું ઉત્પાદન ખુબ જ ઓછું થયું છે. કપાસના 1200થી 1500 રૂપિયા સુધીના ખેડૂતોને મળી રહ્યા છે ભાવ.પહેલા એક વીઘામાં 25થી 30 મણનું ઉત્પાદન થાય તેમ હતું, જો કે વરસાદના લીધે માત્ર 10 મણ ઉત્પાદન થતા ખેડૂતો મૂંઝાયા છે.
જામનગરના ખેડૂત ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે જામનગરમાં હાપા યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ છે. આ વખતે કપાસની ગુણવત્તા ઓછી હોવાથી ખેડૂતોને કપાસના ભાવ ઓછા મળ્યા છે. ગયા વર્ષે ખેડૂતોને કપાસના 2000 દીઠ ભાવ મળ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે કપાસની ગુણવત્તા ખરા છે અને અમારે જે તેવું કપાસ આવ્યું નથી, એમ જામનગરના વેપારી વિનોદભાઈએ જમાવ્યું હતું.
આમ એક તરફ વરસાદનો માર પડ્યો અને હવે યાર્ડમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે.
આ પણ વાંચોઃ Israel Palestine War/ નેતન્યાહુએ હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી,ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું
આ પણ વાંચોઃ Israel/ ઈઝરાયેલમાં રહેતા હિન્દુસ્તાનીઓ માટે ભારત સરકારે જારી કરી એડવાઈઝરી, જાણો શું કહ્યું!
આ પણ વાંચોઃ ASIAN GAMES/ બેડમિન્ટનમાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ જીત્યો, સાત્વિક-ચિરાગે રચ્યો ઈતિહાસ

