ગાંધીનગર
ગુજરાતમાં આંગણવાડી બહેનોથી લઇને 108 ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને બીજા સરકારી કર્મચારીઓ સરકાર સામે બાંયો ચડાવી છે.જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં કર્મચારીઓ બનાવેલ ગુજરાત જન અધિકાર મંચે ગાંધીનગરમાં દેખાવો કર્યા હતા.
મંગળવારે ગાધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આંગણવાડીની બહેનો,લઘુત્તમ વેતન ગ્રાન્ટઇનના શિક્ષકો ,બોર્ડ નિગમમાં કર્મચારીઓ,સફાઇ કર્મચારીઓ અને 108 એમબ્યુલન્સ ઇમરજન્સી સર્વિસના હજારો કર્મચારીઓએ દેખાવો-પ્રદર્શન કર્યા હતા.આ દેખાવોમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને આઉટ સોર્સ પર કામ કરતા નોકરીયાતો પણ સામેલ થયા હતા.
આ કર્મચારીઓ નોકરીમાં કાયમી કરવાથી લઇને પગાર વધારાની માંગણીઓ કરી રહ્યા છે.
ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામ કહે છે કે જુદા જુદા વિભાગોમાં કામ કરતાં હજારો કર્મચારીઓએ કાયમી નોકરી અને પગાર વધારાની માંગણી સાથે આજે દેખાવો કર્યા હતા.જો અમારી માંગણી નહીં સંતોષાય તો આવનાર દિવસોમા આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે મહિનાથી આશાવર્કર બહેનો,આંગણવાડી બહેનોએ અને 108 એમબ્યુલન્સના કર્મચારી સતત દેખાવો અને આદોલન કરી રહ્યાં છે.
