Cricket in Olympics/ ઓલિમ્પિકમાં ક્રિકેટનો 128 વર્ષ બાદ સમાવેશ થશે! ICCની 2 વર્ષની મહેનત લાવી રંગ

2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ લગભગ નિશ્ચિત છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Top Stories Sports

2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ લગભગ નિશ્ચિત છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. અહીં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ લોસ એન્જલ ICC એ બે વર્ષની પ્રક્રિયામાં LA28 સાથે નજીકથી કામ કર્યું. એલએમાં ઉમેરવામાં આવનારી રમતોની યાદીમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય છે. હવે તેને IOCની મંજૂરી માટે મૂકવામાં આવશે. રવિવારે મુંબઈમાં આની જાહેરાત થઈ શકે છે.

ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું- અમને ખુશી છે કે LA28 એ ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની ભલામણ કરી છે. જો કે આ અંતિમ નિર્ણય નથી, પરંતુ એક સદી કરતાં વધુ સમય બાદ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવાની દિશામાં આ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. જો ક્રિકેટને સામેલ કરવામાં આવશે તો તે 128 વર્ષ બાદ પુનરાગમન કરશે. અગાઉ 1900માં પેરિસ ઓલિમ્પિક દરમિયાન ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બાર્કલે  વધુમાં કહ્યં કે     હું છેલ્લા બે વર્ષમાં નવી રમત મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન LA28 ને તેમના સમર્થન માટે આભાર માનું છું. અમે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન આવતા અઠવાડિયે ભારતમાં IOC સત્રમાં લેવામાં આવનાર અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે. લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માં, પુરુષો અને મહિલા T-20 ફોર્મેટમાં મેચો રમાશે. રવિવારથી મુંબઈમાં શરૂ થઈ રહેલા IOCના 141મા સત્રમાં ક્રિકેટના સમાવેશને લગતી માહિતી આપવામાં આવશે.