કાર્યવાહી/ સુરતમાં 20 સ્થળો પર SGST ના દરોડા, આટલા કરોડના બેનામી વ્યવહારોનો ભાંડફોડ

સુરતમાં SGST વિભાગ દ્વારા શહેર માં અલગ અલગ 20 જેટલી જગ્યા પર SGST ના દરોડા પાડયા હતા. જેમાં લગભગ સવા કરોડ રૂપિયાની કર ચોરી શરૂઆત માજ ઝડપાઇ ગઈ હતી.

Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં SGST એ સપાટો બોલાવ્યો હતો.જેમાં 20 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.આ દરોડા દરમ્યાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.જેમાં કર ચોરી કરતા વેપારીઓ સામે SGST એ સંકજો કસ્યો હતો.અને સવા કરોડ જેટલી કરચોરી ઝડપી પાડી હતી.ખાસ મહિલા સૌંદર્ય ચીજ વસ્તુ પર ત્રણ ટકા ટેક્સ ભરવાનો થતો હોય છે.જે મોટા ભાગના વેપારીઓ ભારત ના હોવાનું તપાસ માં બહાર આવ્યું હતું.

સુરતમાં SGST વિભાગ દ્વારા શહેર માં અલગ અલગ 20 જેટલી જગ્યા પર SGST ના દરોડા પાડયા હતા. જેમાં લગભગ સવા કરોડ રૂપિયાની કર ચોરી શરૂઆત માજ ઝડપાઇ ગઈ હતી.ખાસ કરી ને ચૌટાબજાર માં આવેલી દુકાનો SGSTને મોખરે હતી.કારણકે ચૌટા બજાર માં આવેલી દુકાનો માં મહિલા સૌંદર્ય ને લાગતી ચીજ વસ્તુ ઓ મળતી હતી.અને આ તમામ વસ્તુઓ માં 3 ટકા ટેક્સ ભરવાનો હોય છે .જોકે મોટી દુકાનો ધરાવતા વેપારીઓ તે ટેક્સ ના ભરતા હોવાની SGST વિભાગ ને આશંકા હતી.

જેથી પટેલ બેગલ્સ અને N R ગૃપ માં દરોડા પાડવામાં આવ્યા હતા. બને જગ્યા એથી ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેથી બંને ને ત્યાં દરોડા પાડી સવા કરોડથી વધુની કરચોરી ઝડપી પાડવામાં આવી છે..હાલ બને જગ્યા એ તપાસ ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.જ્યાંથી અનેક દસ્તાવેજો તેમજ અમુક વસ્તુઓના બિલ પણ નથી મળ્યા જેથી વધુ તપાસ SGST વિભાગ ના અધિકારીઓ કરી રહ્યા છે.

મહત્ત્વ નું છે કે સુરતમાં રિંગરોડ લર આવેલી અનેક દુકાનો માં પણ SGST વિભાગ દ્વારા રેડ કરાઈ હતી.20 સ્થળો એ દરોડા પાડયા હતા જેમાંથી ચૌટા બજાર વિસ્તારમાં રેડ ની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.જ્યારે અન્ય જગ્યા એ હજુ પણ તપાસ યથાવત છે..આગામી સમય મા ચૌટા બજાર માં આવેલી અન્ય દુકાનો માં પણ GST નમ્બર ની તપાસ હાથ ધરવામાં આવશે.

કારણ કે ચૌટા બજાર માં મહિલાઓ ને લાગતી તમામ વેરાઈટી મળી જાય છે.ખાસ કરીને ચપ્પલ ,પર્સ કોસ્મેટિક, બેગલ્સ,કપડાં સહિત તમામ વસ્તુ મળી રહે છે જેમાંથી અહીંના મોટા વેપારીનું સામાન્ય ટર્ન ઓવર 8 કરોડ થી વધુ છે તો અમુક નું 15 કરોડ સુધીનું છે.જેથી આવનાર સમય માં SGST વિભાગ ની તપાસ માં ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહિ.



આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત

આ પણ વાંચો:દાહોદમાં નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરતી દાહોદ SOG પોલીસ

આ પણ વાંચો:કેશોદમાં પતિએ ત્રણ વખત તલાક કહીને પત્નીને આપ્યા છૂટાછેડા

આ પણ વાંચો:ગાયે બાળકનો પીછો કરી અડફેડે લીધો તો દાદી આવ્યા વચ્ચે અને….