જામનગર/ માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક નોંધાઈ

જામનગરમાં હાલ મોટા પ્રમાણમાં ખેડૂતો લસણ લઇને હાપા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યાં છે. ગત વર્ષની સરખાણીમાં ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યાં છે.

Gujarat Rajkot

@સંજય વાઘેલા

Jamnagar News: આ વખતે ચોમાસુ મધ્યમ રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. સીઝનની પ્રથમ લસણ લઇને ખેડૂતો હવે યાર્ડમાં વેચાણ અર્થે પહોંચી રહ્યાં છે. જેમાં સૌથી વધુ મગફળી, કપાસ અને લસણની આવક થઇ રહી છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ આપવા માટે જાણીતું છે. ત્યારે હાલ મોટા પ્રમાણમાં લસણની આવક થઇ રહી છે, તો ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યાં છે.

જામનગરમાં હાલ મોટા પ્રમાણમાં ખેડૂતો લસણ લઇને હાપા માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યાં છે. ગત વર્ષની સરખાણીમાં ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે જે લસણના 300 રૂપિયાથી 1000 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યાં હતા તે આજે 1400થી 2025 રૂપિયા એક મણના ભાવ મળી રહ્યાં છે. હાપા યાર્ડના સેક્રેટરી હિતેશભાઇએ જણાવ્યું કે હાલ યાર્ડમાં દરરોજ 3000 ગુણી લસણની આવક થઇ રહી છે. જેટલા ખેડૂતો લસણ લઇને આવી રહ્યાં છે તેમનું તમામનું લસણ વેચાઇ જાય છે. અહીં વેપારીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે.

તો વેપારીઓ પણ લસણની આવકને લઇને ખુશ દેખાઇ રહ્યાં છે. સીઝનનું નવું લસણનું ઉત્પાદન પણ વધુ થયું છે સાથે સાથે તેની ગુણવત્તા પણ સારી હોવાથી વેપારીઓ ખુશ છે. વેપારીઓનું કહેવું છે. આ વખતે સારુ લસણ હોવાથી સારા ભાવ બોલાઇ રહ્યાં છે. ગત વર્ષે લસણનું ઉત્પાદન ઓછું થયું હતું પરંતુ આ વખતે ચિંતા નથી.



આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા