- ચીન વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવવા માંગે છે
- 2030 સુધીમાં 1000 પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે
- નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ બનાવી રહ્યો છે.
ચીન પોતાની સૈન્ય તાકાત વધારવામાં વ્યસ્ત છે. ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં 1000 પરમાણુ હથિયારો વિકસાવવાનું છે. પેન્ટાગોનના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની હજુ પણ પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવાની નીતિ છે. જોઈએ વિશેષ અહેવાલ
ચીન પોતાને વિશ્વની સૌથી મોટી મહાસત્તા બનાવવા માંગે છે. આ માટે તે 2030 સુધીમાં 1000 પરમાણુ હથિયારો બનાવવાની તૈયારીમાં છે. પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. આ સાથે તે સતત પોતાની પરમાણુ ક્ષમતા વધારવામાં વ્યસ્ત છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીન રશિયા-યુક્રેન યુદ્ધમાંથી શીખી રહ્યું છે, જેથી તે સમજી શકે કે તાઈવાન સંઘર્ષ કેવો હોઈ શકે છે. ગુરુવારે જારી કરાયેલા રિપોર્ટમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે ચીન નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ સિસ્ટમ વિકસાવી શકે છે, જેમાં માત્ર પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે ચીન અમેરિકાને નિશાન બનાવવાની ધમકી આપી શકે છે.
આ રિપોર્ટ આવતા મહિને સાન ફ્રાન્સિસ્કોમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટની બાજુમાં શી જિનપિંગ અને યુએસ પ્રમુખ બિડેનની અપેક્ષિત બેઠકના એક મહિના પહેલા આવ્યો છે. દર વર્ષે જારી કરવામાં આવેલ આ રિપોર્ટ પેન્ટાગોન દ્વારા ચીનની વધતી જતી સૈન્ય તાકાતને માપવાની રીત છે. જો કે, 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ અમેરિકાનું સમગ્ર ધ્યાન ફરી એકવાર મધ્ય પૂર્વ પર કેન્દ્રિત થયું છે.
ચીને પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કર્યો છે. ચીન પાસે હાલમાં 500 પરમાણુ હથિયારો છે જેને કોઈપણ સમયે ફાયર કરી શકાય છે. પેન્ટાગોન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનનું લક્ષ્ય 2030 સુધીમાં 1000 પરમાણુ હથિયાર બનાવવાનું છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન હજુ પણ હથિયારોનો પ્રથમ ઉપયોગ નહીં કરવાની નીતિને અનુસરે છે. પરમાણુ હથિયારોની સંખ્યામાં ચીન હજુ પણ રશિયા અને અમેરિકાથી પાછળ છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, રશિયા પાસે 5,889 પરમાણુ હથિયારો છે. જ્યારે અમેરિકા પાસે 3,750 સક્રિય પરમાણુ હથિયારો છે. 2021 માં, યુએસ સંરક્ષણ મંત્રાલયે અનુમાન લગાવ્યું હતું કે ચીન પાસે 400 વોરહેડ્સ છે. ગયા વર્ષના રિપોર્ટની વાત કરીએ તો એવું કહેવામાં આવ્યું હતું કે ચીન 2035 સુધીમાં 1,500 પરમાણુ હથિયારો બનાવશે. શી જિનપિંગનું લક્ષ્ય છે કે ચીનની સેના 2049 સુધીમાં સૌથી શક્તિશાળી બની જાય.
અમેરિકાના સંરક્ષણ વિભાગે અમેરિકન કોંગ્રેસને ચીનના લશ્કર અંગેનો અહેવાલ આપ્યો હતો. એમાં દાવો કર્યો હતો કે ચીન ધારણાં કરતાં અનેક ગણી ઝડપે પરમાણુ હથિયારો વધારી રહ્યું છે અને અમેરિકા કરતાં આધુનિક સૈન્ય બને તે માટે જિનપિંગ પાણીની જેમ ફંડ વાપરે છે. તે ઉપરાંત ચીન નવી ખૂબ જ શક્તિશાળી ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ પણ બનાવી રહ્યું છે. ચીને હથિયારો વધારવાની ઝડપ અગાઉ કરતાં વધારી દીધી છે અને અમેરિકા કરતાં વધારે પરમાણુ હથિયારોનો લક્ષ્યાંક સેટ કરાયો છે. ૨૦૩૫ સુધીમાં ચીનનું લશ્કર સંપૂર્ણપણે આધુનિક બને તે દિશાના પ્રયાસો જિનપિંગ શરૂ કર્યા છે.
અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ કરેલા સંરક્ષણ વિભાગના અહેવાલમાં દાવો થયો હતો કે ચીન પાસે ૫૦૦ પરમાણુ બોમ્બ છે અને ૨૦૩૦ સુધીમાં ચીને ૧૦૦૦ પરમાણુ બોમ્બનો લક્ષ્યાંક સેટ કર્યો છે. અમેરિકા પાસે ૩૭૫૦ પરમાણુ હથિયારો હોવાનો અંદાજ છે. ચીન ૨૦૩૫ સુધીમાં ૧૫૦૦ પરમાણુ બોમ્બ બનાવવાની પેરવીમાં છે અને એ પછીના એક દાયકામાં આ આંકડો બમણો થાય તે માટે અત્યારથી રૂપરેખા તૈયાર થઈ રહી છે. અત્યાર સુધી એવો અંદાજ હતો કે ચીન પાસે ૨૦૦ પરમાણુ બોમ્બ હશે, પરંતુ ધારણા કરતાં અઢી ગણા વધુ પરમાણુ બોમ્બ ચીન પાસે છે.
અમેરિકા કરતાં ચીનનું લશ્કર શક્તિશાળી બને તે માટે જિનપિંગે ૨૦૩૫ના વર્ષનો લક્ષ્યાંક સેટ કર્યો છે. ત્યાં સુધીમાં ચીનનું લશ્કર જગતમાં સૌથી પાવરફૂલ હોય એ માટે જિનપિંગે ગુપ્ત રીતે બજેટમાં ગણાવ્યા વગર લશ્કરને ફંડ આપવાનું શરૂ કર્યું છે. ૨૦૪૯ સુધીમાં ચીનનું લશ્કર એવા મુકામ પર પહોંચી જવા માગે છે કે જ્યાં એની નજીકનું કોઈ હરીફ ન હોય. અમેરિકા અને સાથી દેશો ભેગા મળે તો પણ ચીનના લશ્કરનો મુકાબલો ન કરી શકે એવી લશ્કરી તાકાત બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે.
અમેરિકન સંરક્ષણ વિભાગના કહેવા પ્રમાણે ૨૦૨૭ સુધીમાં તાઈવાનને ગળી જવાનો લક્ષ્યાંક આર્મીને આપી દેવાયો છે. ગમે તેમ કરીને ચીન ૨૦૨૭ સુધીમાં તાઈવાનને પોતાનો અભિન્ન હિસ્સો બનાવી દેવાની પેરવીમાં છે. લશ્કરી રાહે આ કામ નહીં થાય તો તાઈવાનમાં રાજકીય રીતે પણ આ મિશન પાર પાડવા તૈયાર રહેવા કહી દેવાયું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી ધડો લઈને ચીને વધારે તાકતવર બનવાનું નક્કી કર્યું છે. રશિયા યુક્રેન કરતાં ક્યાંય શક્તિશાળી હોવા છતાં જે રીતે રશિયન સૈન્ય હજુય ઝઝૂમે છે તે જોતાં ભવિષ્યમાં ચીનની સ્થિતિ આવી ન થાય તે માટે ચીને અત્યારથી લશ્કરી શક્તિ અને હથિયારો વધારવાનો પ્લાન અમલમાં મૂક્યો છે.
દુનિયાભરમાં પરમાણુ બોમ્બની વર્તમાન સ્થિતિના સંબંધમાં મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાને છેલ્લા 12 મહિનામાં પરમાણુ વાૅર હેડના મામલામાં ભારતને પાછળ છોડી દેવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. બીજી ચોંકાવનારી બાબત એ છે કે ચીને ભારત કરતાં અઢી ગણા વધારે પરમાણુ બોમ્બ બનાવી લીધા છે. આંતરરાષ્ટ્રીય ડિફેન્સ થિન્ક ટેન્ક સિપરીના 2023ના નવેસરના અહેવાલમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને ગયા વર્ષે 5 ન્યુક્લિયર વાૅરહેડ બનાવ્યા હતા. જ્યારે ચીને 60 બોમ્બ બનાવ્યા હતા. આની સાથે જ પાકિસ્તાનના બોમ્બની સંખ્યા 165થી વધીને 170 થઇ ગઇ છે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતે આ ગાળા દરમિયાન 4 બોમ્બ બનાવ્યા છે. આની સાથે જ તેના ન્યૂક્લિયર બોમ્બની સંખ્યા હવે 164 થઇ છે. કયા દેશની પાસે કેટલા પરમાણુ બોમ્બ છે તે બાબતનો અંદાજ લગાવી શકાય છે કોઇ પણ દેશ પોતાનાં પરમાણુ હથિયારો અંગે ખુલાસો કરતા નથી. સિપરીના અંદાજ લગાવવાની રીત ખૂબ જ પ્રામાણિક છે.
રશિયાની પાસે 5,889 ન્યૂક્લિયર વાૅરહેડ છે. જે પૈકી 1,674ને ડિપ્લોય કરાયા છે. બીજી બાજુ અમેરિકાની પાસે આશરે 5,244 ન્યૂક્લિયર વાૅરહેડ છે, જે પૈકી 1,770 ડિપ્લોય કરાયા છે.ચીન દુનિયામાં ન્યૂક્લિયર વાૅરહેડ મામલામાં ત્રીજા સ્થાને છે. તેની પાસે 410 ન્યૂક્લિયર વાૅરહેડ છે. દુનિયામાં કુલ 12,512 પરમાણુ હથિયારો છે. જે પૈકી 3,844ને અમેરિકા, રશિયા, બ્રિટન અને ફાન્સે ડિપ્લોય કર્યા છે.ચીન પરમાણુ કાઉન્ટર ફોર્સ તૈયાર કરીને અમેરિકા કરતા પણ વધારે કુશળતા હાંસલ કરવાનાં પ્રયાસમાં છે. ચીનની દરિયાઇ ગતિવિધિ અને વિસ્તારવાદી નીતિનાં કારણે દુનિયાનાં દેશો પહેલાથી જ પરેશાન થયેલા છે.
ચીનના પરમાણુ બોમ્બની સંખ્યા 410 સુધી પહોંચી ચૂકી છે. આના કરતાં પણ વધારે ચિંતાજનક બાબત એ છે કે તે અમેરિકાને ટક્કર આપવા માટે કાઉન્ટર ફોર્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે. હેતુ પરમાણુ હુમલાની એક્યુરસી કેટલા 100 મીટર સુધી કરવાનો છે. આ રીતે તે પરમાણુ સ્થળોને જ નષ્ટ કરી શકશે. હજુ સુધી તે પરમાણુનો સામનો કરવા માટે કાઉન્ટર વેલ્યૂની સ્ટ્રેટેજી અપનાવે છે. જેમાં કોઇ શહેરને ટાર્ગેટ બનાવીને જાનમાલનું ભારે નુકસાન કરવામાં આવે છે. ચીનની પરમાણુ રણનીતિ અમેરિકાની સામે ટક્કર લેવાની છે. ભારતે મેગાટન બોમ્બ વિકસિત કરવાની ક્ષમતા હાંસલ કરવાની રહેશે.
સૌથી પહેલી જરૂરિયાત તો નવા પરમાણુ પરીક્ષણ કરવાની તાકાત દર્શાવવાની છે. કારણ કે છેલ્લી વખતે 25 વર્ષ પહેલાં પરીક્ષણ કરાયાં હતાં. થર્મો ન્યૂક્લિયર ટેસ્ટમાં સફળતા હાંસલ થઇ ન હતી. જેથી કિલો ટનના બદલે મેગાટનના પરમાણુ વાૅરહેડ બનાવવા માટે પરીક્ષણ કરવાની જરૂર છે. નવા પરીક્ષણ પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છે.
આનાથી બચવાનો રસ્તો એ છે કે અમેરિકાની પાસે કોમ્પ્યૂટર સિમ્યુલેશન મારફતે પરીક્ષણ કરવામાં મદદ લેવાનો છે. ચીનનો સામનો કરવાના હેતુથી અમેરિકા આવું કરી શકે છે.યુક્રેન યુદ્ધની શરૂઆત થયા બાદથી દુનિયાનાં દેશોમાં પરમાણુ હથિયારો વિકસિત કરવા માટેની સ્પર્ધા ફરીએકવાર તીવ્ર બની ગઇ છે. એકબાજુ કેટલાક દેશો હથિયારોને ઘટાડવાની દિશામાં પહેલ કરી રહ્યા છે, બીજી બાજુ દુનિયાના શક્તિશાળી દેશો પરમાણુ હથિયારો ફરી એકવાર વિકસિત કરી રહ્યા છે. જે વિશ્વનાં દેશો માટે ચિંતાજનક બાબત છે. રશિયા અને અમેરિકા પણ આમાં સામેલ છે. ભારતને પણ વિશ્વની પ્રવર્તમાન પ્રવાહી સ્થિતિને ધ્યાનમાં લઇને ગંભીરતાપૂર્વક આગળ વધવાની જરૂર છે. પરમાણુ પરીક્ષણની દિશામાં આગળ વધવાની જરૂર દેખાઇ રહી છે.
