ગુજરાત આર્થિક વિકાસની સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં પણ આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી વધી છે ત્યાં સ્પાના નામે દેહવ્યાપારનો ધંધો વધ્યો છે. દેહવિક્રયના ધંધાને દૂર કરવાના ભાગરૂપે રાજ્યવ્યાપી દરોડા અભિયાન હાથ ધરાયું. ગુજરાત પોલીસે વેશ્યાવૃત્તિ પરની કાર્યવાહીના ભાગરૂપે 2000 સ્પા હોટલ પર દરોડા પાડ્યા છે. અને ત્રણ દિવસની અંદર 183 લોકોની ધરપકડ કરી પ્રાપ્ત માહિતી મુજબ સ્પાના વ્યવસાયની આડમાં વેશ્યાવૃત્તિ ચલાવવાની શંકાસ્પદ તમામ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
એક અહેવાલ મુજબ અમદાવાદ. ગુજરાત પોલીસે વેશ્યાવૃત્તિ સામે રાજ્યવ્યાપી કાર્યવાહીના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 2,000 સ્પા અને હોટેલો પર દરોડા પાડી 183 લોકોની ધરપકડ કરી. એક અધિકારીએ આ મામલે વધુ માહિતી આપતા કહ્યું કે પોલીસે 279 લોકો સામે 204 ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચના પર એક વિશેષ ઓપરેશન હેઠળ, પોલીસ ગુરુવારથી રાજ્યભરની હોટલ અને સ્પામાં ઓચિંતી દરોડા પાડી રહી છે.’
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દેહવ્યાપારને લઈને ચાલતા ગોરખધંધા પર સરકારે લાલ આંખ કરતા હોટલ અને સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા. આ ઓપરેશનમાં પોલીસે વ્યવસાયની આડમાં વેશ્યાવૃત્તિ ચલાવવાની શંકાસ્પદ જગ્યાઓ પર નજર રાખી દરોડા પાડ્યા. આ સ્થાનો પર દરોડા પાડી 200થી વધુ લોકોની અટકાયત કરતા સ્પા સેન્ટર અને હોટલના લાયસન્સ રદ કરવામાં આવ્યા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હોટલ અને સ્પામાં વેશ્યાવૃત્તિનો અંત લાવવાનો ગુજરાત સરકારનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજી ઝડપી કાર્યવાહીની માંગ કરતા ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ અલગ-અલગ ટીમો બનાવી કુલ 2000 જેટલા સ્થળો પર દરોડા પાડ્યા.

