રાજકોટઃ એક 35 વર્ષીય મહિલાએ તેના સ્વર્ગસ્થ પતિના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ઘરેલુ હિંસા અને છેડતીની ફરિયાદ નોંધાવી. ત્રણ બાળકોની માતાએ જામનગર શહેર બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં તેના સસરા, સાસુ, જેઠ અને ભાભી સામે ફરિયાદ નોંધાવતા માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો.
પોલીસે ફરિયાદ મામલે જણાવ્યું કે ફરિયાદી મહિલા જામનગરના જુના રેલવે સ્ટેશન વિસ્તારની રહેવાસી છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે. તેના પતિનું 15 મહિના પહેલા અવસાન થયું હતું. પતિનું અવસાન થતા સાસરિયાનું મહિલા પ્રત્યે વર્તન બદલાયું હતું. મહિલાએ કહ્યું કે તેના સાસુ અને જેઠ દ્વારા તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. છ મહિના પહેલા તે ઘરમાં એકલી હતી ત્યારે તેના સસરાએ શારીરિક સંબંધ બાંધવા માંગણી કરી હતી અને જો તે સંમત થાય તો તેને વધુ સારી સુવિધા આપવાનું કહ્યું. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેના ચાર સાસરિયાઓ સામે ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
મહિલાએ પોલીસને કહ્યું કે તેના પતિનું 15 મહિના પહેલા મૃત્યુ થયું. ત્યારબાદથી તેના સાસરિયા તેને માનસિક ત્રાસ આપવા લાગ્યા છે. કેટલીક વખત તેને પતિના મૃત્યુ બદલ મહેણાં-ટોણાં મારવામાં આવે છે. તેમજ સાસુ અને જેઠ દ્વારા લાકડીથી પણ માર મારવામાં આવે છે. તેના માથે ત્રણ સંતાનોની જવાબદારી છે. તે પોતાના સંતાનોની જરૂરિયાત પૂરી કરવા એક ખાનગી પેઢીમાં નોકરી કરે છે. પતિના મૃત્યુ બાદ સાથ આપવાના બદલે સાસરિયાનો ત્રાસ વધતા મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી.
આ પણ વાંચો : Political News/ ‘હું લેખિતમાં આપી રહ્યો છું, હવે મોદી સરકાર નહીં આવે…’, જાણો કોને કહી આ વાત
આ પણ વાંચો : Riverfrontplot-Jantri/ રિવરફ્રન્ટના પ્લોટોની હરાજીમાં જંત્રી નહી લાગે
આ પણ વાંચો : Proud Moment/ પ્રથમ વખત જૂનાગઢ નગરપાલિકાને વરસાદી પાણીના સંગ્રહ માટે મળ્યું વોટર ક્રેડિટ

