Surat News: સુરત (Surat)ના રાંદેર (Rander)માં વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ (Security Guard) પર નિર્દયતાથી હુમલો (Attack) કરાયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાનો CCTV વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ ગાર્ડને ઢોર માર મારી રસ્તા પર ઢસડે છે. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરત જીલ્લાનાં રાંદેરમાં 77 વર્ષના વૃદ્ધ સુરક્ષા ગાર્ડ ભાઈલાલભાઈ પ્રજાપતિ માલવિયા હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ધૂળેટીનાં દિવસે પોતાની ફરજ પર હતા, દરમિયાન કારમાં આવેલા બે શખ્સોએ હોટેલના પાર્કિંગમાં લઘુશંકા કરવા લાગ્યા હતા. દરમિયાન સિક્યોરિટી ગાર્ડે તેમને રોક્યા હતા. પરંતુ બે શખ્સોએ ઉશ્કેરાઈ ગાર્ડને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં શખ્સો વૃદ્ધના પગ પકડી ખેંચી ઢસડે છે. લાકડી અને લાતો વડે નિર્દયતાથી માર મારી ઈજાઓ પહોંચાડતા જોવા મળ્યાં છે.
CCTV ફૂટેજ મુજબ શખ્સે સિક્યોરિટી ગાર્ડને માર મરાતા ગાર્ડને માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ આ મામલે શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:રીવામાં બંધકને મારવામાં આવ્યો માર, પછી પોલીસ પર થયો હુમલો, ASIનું થયું મોત
આ પણ વાંચો:ગારીયાધારના યુવક પર 3 સિંહે કર્યો હુમલો, યુવકનું કમકમાટિભર્યું મોત
આ પણ વાંચો:ભાવનગરમાં મહિલા પર સિંહે હુમલો કરતા મહિલાની હાલત ગંભીર