અમદાવાદ: ઈનકમ ટેક્સ વિભાગ દ્વાર શહેરભરમાં વિવિધ 40 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રૂપ અવિરત, સેલડિયા અને શિપરમના ડિરેક્ટરોની ઓફિસ અને ઘર તથા જુદી જુદી સાઇટ મળી કુલ 25 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં અવિરત, શીપરમ, સેલડિયા બિલ્ડર, શરાફી પેઢીની 500 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી છે.આ સાથે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ફંડ આપનાર EDના સકંજામાં છે. IT બાદ હવે ED મની લોન્ડરીંગ હેઠળ તપાસ કરશે.
માહિતી અનુસાર, આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે શહેરના ત્રણ બિલ્ડર ગ્રૂપ અવિરત ઇન્સ્ટ્રકચર પ્રાઇવેટ લિમિટેડ, શીપરમ સ્કાય ગ્રૂપ, સેડિયા ગ્રુપની સાથે બીકર રાજેશ દેસાઇ અને શરાફી પેઢી ચલાવતા રાજેન ઠક્કરના રહેઠાણ અને ઓફિસમાં 40 જેટલા સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં 1 હજાર કરોડના હિસાબી ગોટાળા મળ્યા છે. આ ઉપરાંત બિલ્ડરો અને શરાફી પેઢીને ત્યાંથી મળેલા દસ્તાવેજોના આધારે 500 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી છે. બેનામી એન્ટ્રીઓ કોના નામની છે તેની તપાસ ચાલી રહી છે કેમકે કોડવર્ડમાં એન્ટ્રીઓ પાડેલી છે.
IT અધિકારીઓએ અવિરત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટની ઓફિસ અવિરત હાઉસ અને ગ્રૂપના બિલ્ડરો કનુભાઈ પટેલ, સંદિપ કનુભાઇ પટેલની ઓફિસ અને રહેઠાણે તપાસ કરી હતી. અવિરત ગ્રૂપના બિલ્ડર સંદિપ પટેલ ક્રેડાઇ-ગાહેડ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ છે. જ્યારે ઓગણજમાં મોટાપાયે સ્કીમ બનાવનાર શીપરમ સ્કાય ગ્રૂપના બિલ્ડરો ત્રિકમભાઇ પટેલ, ધમેન્દ્ર પટેલ અને અનિલ પટેલને ત્યાં તપાસ કરી હતી.
આ પણ વાંચો: IND Vs SA Live/ રોહિત શર્મા અને શુભમન ગીલે ભારતને ઝડપી શરૂઆત અપાવી
આ પણ વાંચો: ગાંજાનો જથ્થો ઝડપાયો/ પંચમહાલના ઘોઘંબામાં SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું
આ પણ વાંચો: Us Presidential Election/ જાણો શા માટે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતની ચર્ચા થઈ રહી છે
