kerala news/ કેરળમાં ભયાનક વિસ્ફોટ! ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત

Keralaના ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થતા 6 લોકોના મોત થયા છે અને 40થી વધુ ઈજાગ્રસ્ત છે. ત્રિશૂર પૂરમ ઉત્સવની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી સમગ્ર દેશમાં અરેરાટી.

NATIONAL Top Stories India
Kerala Thrissur Pooram Firecrackers Blast

Kerala Thrissur Pooram Firecrackers Blast: કેરળના સુપ્રસિદ્ધ ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં આજે બપોરે ભીષણ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં 13 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 40થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફટાકડા ભરેલા પાંચેય શેડ બળીને ખાખ થઈ ગયા છે.

Kerala : આતશબાજી માટે રખાયેલા ફટાકડા કાળ બન્યા

મળતી વિગતો મુજબ, વિશ્વ વિખ્યાત ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવમાં શાનદાર આતશબાજીનું વિશેષ મહત્વ હોય છે. આ માટે તિરુવંબડીમાં પાંચ અલગ-અલગ શેડની અંદર મોટા પ્રમાણમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. મંગળવારે અચાનક કોઈ કારણોસર આ ફટાકડાઓમાં આગ લાગી હતી અને જોતજોતામાં શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટો થયા હતા. ઘટના સમયે ઉત્સવની તૈયારીમાં રોકાયેલા શ્રમિકો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

8ની હાલત અત્યંત નાજુક

વિસ્ફોટની તીવ્રતા જોઈને બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 40 ઈજાગ્રસ્તોમાંથી 18ને ત્રિશૂર મેડિકલ કોલેજમાં ખસેડાયા છે, જ્યારે અન્ય 22ને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહેલા 18 પૈકી 8 દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

‘પૂરમોંની જનની’ ગણાતા ઉત્સવ પર આફત

ત્રિશૂર પૂરમ એ કેરળનો સૌથી ભવ્ય વાર્ષિક મંદિર ઉત્સવ છે, જે 18મી સદીથી ઉજવાય છે. વડક્કૂનાથન મંદિરમાં યોજાતા આ ઉત્સવમાં સજાવેલા હાથીઓ અને આતશબાજી મુખ્ય આકર્ષણ હોય છે. પરંતુ આ આતશબાજી માટેની તૈયારીઓ જ આજે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ છે. હાલમાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યો છે.


આ પણ વાંચો: ધ કેરળ સ્ટોરી 2’ પર સુનાવણી કરનાર જસ્ટિસ ધર્માધિકારી બન્યા મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

આ પણ વાંચો: ધ કેરળ સ્ટોરી 2 રિલીઝ પર સંકટ,કેરળ હાઈકોર્ટનો સ્ટે, કેન્દ્રનો CBFCને ટેકો

આ પણ વાંચો: આસામ, કેરળ, પુડુચેરીમાં આજે મતદાન, 53 લાખ મતદારો મતદાન કરવા માટે તૈયાર