ભાવનગરમાં અલકા ટોકીઝ પાસે કોપરની લૂંટનો બનાવ બન્યો. કોપરની લૂંટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મોડી રાતે કેટલાક લોકો બાઈક પર આવી ભંગારના ડેલામાંથી કોપરની ચોરી કરી ફરાર થાય છે. આ લોકો લૂંટના ઇરાદે ઘૂસી ચોકીદારના ગલા પર છરી રાખી કોપરની લૂંટને અંજામ આપે છે.
અલકા ટોકીઝ પાસે ભંગારના ડેલામાંથી અજાણ્યા શખ્સ દ્વારા કોપરની ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થાય છે. વીડીયોમાં દેખાય છે કે અજાણ્યા શખ્સ પોતાની ઓળખ છુપાવવા મોઢા પર રૂમાલ બાંધી ભંગારના ડેલામાં ઘૂસે છે. છ જેટલા લૂંટારુઓ ચોકીદારને બાનમાં રાખી તોડફોડ કરી કોપરની લૂંટ કરે છે. અલકા ટોકીઝ પાસે આવેલ એક સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થતા પોલીસ ગુનેગારોની ઓળખ કરી 5 લોકોની ઓળખ કરી અટકાયત કેર છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોપર લૂંટનો મુખ્ય સૂત્રધાર રફિક ચૌહાણ નામની વ્યક્તિ છે જેણે પોતાના સાગરિતો સાથે મળી 70 હજાર કોપર સહિતના માલની ચોરી કરે છે. આ મામલે લૂંટનો ગુનો નોંધી પોલીસ ફરાર છઠ્ઠી વ્યક્તિની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad/ અમદાવાદ ITના દરોડા, બિલ્ડર જૂથ પાસેથી 500 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી
આ પણ વાંચો : Mass Suicide/ બનાસકાંઠામાં પરિવારે કર્યો સામૂહિક આપઘાત, એક જ પરિવારના ચાર સભ્યોના મોત
આ પણ વાંચો : Us Presidential Election/ જાણો શા માટે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતની ચર્ચા થઈ રહી છે

