બનાસકાંઠા: રાજ્યમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં આવેલા દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી લીધી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે તાજેતરમાં સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ જીવન ટૂંકાવ્યાનો મામલો સામે આવ્યો હતો.
બનાસકાંઠાના જીલ્લામાં આવેલા દાંતીવાડા ડેમમાં કૂદી એક જ ઘરના ચાર સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકોમાં સાસુ, વહુ, દીકરી અને દીકરા છે. એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં આ પરિવાર પાલનપુરના નાની ભટામલ હોવાનું સામે આવ્યું છે. ગામમાં થતી ચર્ચા મુજબા ચારેય લોકોએ કોઈના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ ચારે લોકોને ડેમમાથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ 28 ઓક્ટોબર, શનિવારના રોજ સામૂહિક રીતે જીવન ટૂંકાવી લીધું. પાલનપુર પાટિયા વિસ્તારમાં નૂતન રો-હાઉસની સામે આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમૅન્ટના સી-2 બ્લોકમાં રહેતા સોલંકી પરિવારના છ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી જ્યારે એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad/ અમદાવાદ ITના દરોડા, બિલ્ડર જૂથ પાસેથી 500 કરોડની બેનામી એન્ટ્રીઓ મળી
આ પણ વાંચોઃ ગાંજાનો જથ્થો ઝડપાયો/ પંચમહાલના ઘોઘંબામાં SOGએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું
આ પણ વાંચોઃ Amreli/પોલીસ વાળાને કહી દેજો સુરત વાળાને હેરાન ના કરે
બનાસકાંઠા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.