ગાંધીનગર: ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલનું વિદેશમાં પણ સફળ આયોજન કર્યુ હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (વીજીજીએસ)એ યુરોપ સાથેના સંબંધ મજબૂત કરવા માટે 22 ઓક્ટોબરથી બે નવેમ્બર 2023 દરમિયાન યુરોપની મુલાકાત લીધી હતી. મુખ્યત્વે ડેન્માર્ક, ઇટાલી અને જર્મનીની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાતને ત્રણેય દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં મહત્વની મુલાકાત માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન બે હજાર કરોડથી વધારે રકમના એમઓયુ કરવામાં આવ્યા હતા. વીજીજીએસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આઇએએસ રાહુલ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇલાન્ટાસે 500 કરોડ, કોવેસ્ટ્રોએ 50 કરોડ, સ્ટારલિંગરે 62 કરોડ, લેચલરે 100 કરોડ, અલુપ્લાસ્ટે 62 કરોડ, સિસરે 250 કરોડ અને શક્તિ ગ્રુપે હજાર કરોડની રકમના એમઓયુ પર સહીસિક્કા કર્યા હતા. વીજીજીએસની આ પ્રકારની મુલાકાતના પગલે બંને દેશો વચ્ચેના સંબંધ વધારે મજબૂત થયા છે.
વીજીજીએસે 2024ના પ્રતિનિધિમંડળની મુલાકાતનો પ્રારંભ 23થી 25 ઓક્ટોબર 2023 દરમિયાન જર્મનીમાં ફ્રેન્કફર્ટમાં ભારતીય વાણિજ્ય રાજદૂતાવાસથી શરૂ થઈ હતી. આ મુલાકાતમાં સ્ટારલિંગર, લેચર, કોવેસ્ટ્રો, અલુપ્લાસ્ટ તેમજ ડ્યુરર એજીના સીઇઓ સાથે બેઠક યોજી હતી. તેની સાથે ઇનોપ્લેક્સ, અલ્ટાના ગ્રુપ, એલાન્ટાસ, બીવાયકે-કેમી, એક્ટેગા જેવી કંપનીઓ સાથે પણ બેઠક થઈ હતી.
આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમા લીલી નેવિટાસના સીઇઓ કિરણ ભોજાણી, લીલી નેવિટાસ ખાતે ગ્રીન હાઇડ્રોજન વેલ્યુચેઇનના સહસ્થાપક ગેડ લેમર્સ, રિક્ટર ટ્રાન્સપોર્ટના મેનેજિંગ ડિરેક્ટર સિલ્વિય રિક્ટર અને સન્ડ્રોનિક્સના મેનેજિંગ ડિરેક્ટર માર્ક શ્વાર્ઝલોઝ હાજર રહ્યા હતા.
આ ઉપરાં કેટલાક મહત્વના કોલબોરેશન કરવામાં આવ્યા હતા. તેમા લિલી નેવિટાસની સાથે વેલસ્પન ગ્રુપ, સન્ડ્રોનિક્સ સાથે વેલસ્પન ગ્રુપ અને લિલી નેવિટાસ સાથે કિરી ઇન્ડસ્ટ્રીઝના કોલેબોરેશનનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ગ્રીન હાઇડ્રોજન ની યુરોપમાં નિકાસ માટે બીટુબી એમઓયુ કરવામાં આવ્યા હતા. પ્રતિનિધિમંડળે જર્મન કંપનીઓની મુલાકાત પણ લીધી હતી.
આ પણ વાંચોઃ Georgia/ યુક્રેન બાદ હવે રશિયા અને જ્યોર્જિયા વચ્ચે તણાવ વધ્યો
આ પણ વાંચોઃ Bihar/ CM નીતિશ કુમારે જનસંખ્યા નિયંત્રણ અંગેના વિવાદિત નિવેદન પર માફી માગી
આ પણ વાંચોઃ Putin-President Election/ પુતિન આગામી વર્ષે વિદાય લેશે કે સત્તા પર રહેશે, વિશ્વની નજર
