Devbhumi Dwarka/ દ્વારકા જિલ્લામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, આરોપીઓએ પોલીસની કારને ઉડાવી હુમલો કર્યો

LCB અને SOG પોલીસે બંદરી ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા

Gujarat Others

ખુશાલ ગોકાણી: પ્રતિનિધિ દેવભૂમિ દ્વારકા

દ્વારકા જિલ્લામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. અહી અસામાજીક તત્વોએ પોલીસ પર ગાડી ચડાવી હુમલો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં છ આરોપીની ધરપકડ કરી છે.

દ્વારકા જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. દ્વારકા-મીઠાપુર હાઇવે પર ચેકીંગ દરમિયાન મીઠાપુર પોલીસે નંબર પ્લેટ વગરની એક કારને અટવી પુછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, નંબર પ્લેટ વગરની બોલેરોના ચાલકે ગાડી રોકવાને બદલે પોલીસની બોલેરો કાર પર પોતાની ગાડી ચડાવી પોલીસને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પોલીસની કારને ઉડાડી પોલીસની કાર અને પોલીસકર્મીઓ પર લાકડી, ધોકા દેખાડી પથ્થરમારો કરી ફરાર થઇ ગયા હતા.

જોકે, LCB અને SOGએ ભારે જહેમત બાદ બંદરી ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ 6 આરોપીએને ઝડપી ફરજમાં રૂકાવટ સહિતની કલમો લગાવી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


દેવભૂમિ દ્વારકા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો