ડાયમંડ સીટી/ સુરતમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત,કતારગામમાં ઝીરો દબાણ હટાવાયું

શહેરમાં ગંદકીના સામ્રાજ્ય બની ગયેલા ન્યૂશન્સ પોઈન્ટને પગલે મહાપાલિકાના આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે.

Gujarat Surat
દબાણ હટાવવાની
  • સુરતમાં દબાણ હટાવવાની કામગીરી  
  • સુરતમાં જીરો રૂટ પર દબાણ કરનારા થઈ જાવ સાવધાન
  • ખુલ્લા રોડ પર દબાણ કરનારા લોકોની હવે ખેર નહીં
  • મનપા અને પોલીસ કમિશનર દ્વારા કરાઈ લાલ આંખ
  • તમામ જીરો રૂટ પર દબાણોને લઈ વ્યાપક કાર્યવાહી
  • કતારગામ ઝોન દ્વારા બીજો દિવસે કાર્યવાહી યથાવત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત મહાનગર પાલિકા દ્વારા દબાણ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે કતારગામ ઝોન દ્વારા બીજા દિવસે જીરો રૂટ પરના દબાણો પર કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં જાહેર રોડ પર દબાણ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ગંદકીના સામ્રાજ્ય બની ગયેલા ન્યૂશન્સ પોઈન્ટને પગલે મહાપાલિકાના આરોગ્ય વિભાગે તમામ ઝોનમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ સાથે સાથે પાલિકાના તમામ ઝોન દ્વારા શહેરભરમાં ઝીરો દબાણ રૂટો પર મુખ્ય રસ્તાઓ પર દબાણ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.ગઈકાલે શહેરમાં અઠવા, રાંદેર, અડાજણ, વરાછા અને ઉધનામાં સ્વચ્છતા સાથે ઝીરો દબાણ રૂટ ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરી સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. આજે કતારગામાં ઝોન દ્વારા બીજા  દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી હતી.

ઉલ્લેખનીય છે કે , રસ્તા પર પાથરણાવાળા, લારીવાળાઓના દબાણોથી ટ્રાફિક, પાર્કિંગ, અકસ્માત સહિતની સમસ્યા સર્જાય છે.પોલીસ અને માર્શલના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દબાણ ટીમે કામગીરી કરી હતી.રોડ પર દબાણ કરનારા લોકોના માલ સામાન જપ્ત કરી દંડ વસુલવામાં આવ્યો હતો.રીક્ષા પર માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને જાહેર રસ્તા પર દબાણ ન કરવા ચેતવણી પણ આપવામાં આવી રહી છે.



આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચો:આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત