રાજકોટ/ જેતપુરમાં વિભાણી પરિવારે પોતાના ઘરના મોભીનું અવસાન થતા કર્યું ચક્ષુ દાન

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં વિભાણી પરિવારે પોતાના ઘરના મોભીનું અવસાન થતા પરિવારે ચક્ષુ દાન કર્યું હતું.

Gujarat Rajkot

@સંજય જોટંગીયા

Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં વિભાણી પરિવારે પોતાના ઘરના મોભીનું અવસાન થતા પરિવારે ચક્ષુ દાન કર્યું હતું. જેતપુર અમરનગર રોડ ઉપર વેકરીયા નગરમા રહેતા 27 વર્ષીય વિભાણી તેજસ ભીખુભાઇનુ અચાનક બીમાર પડી જતા મોત નીપજયું હતું મૃતક તેજસ વિભાણી જૂનાગઢ ખાતે ગિરનારની લિલી પરિક્રમા કરવા ગયો હતો અને લિલી પરિક્રમા પૂર્ણ કરી ઘરે પરત આવ્યા બાદ અચાનક જ જાડા ઉલ્ટી થતા તેજસને સારવાર માટે જેતપુર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પરંતુ પ્રાથમિક સારવાર દરમિયાન તબિયત વધુ બગડતા જૂનાગઢ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવેલ પરંતુ સારવાર દરમિયાન તેજસ વિભાણી નું મૃત્યુ થયું અને ત્યાર બાદ ઘર ના મોભીનું જ અકાળે મૃત્યુ થતા જ જાણે પરિવાર ઉપર આભ ફાટયુ હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા

પરંતુ અચાનક પરિવારજનો એ એક સંકલ્પ કર્યો કે આપણા પરિવારમાં જે થવાનુ હતું એ થયું પણ હવે તેજસની આંખનું  ચક્ષુદાન કરીયે તો તેજસની આંખોથી કોઈ બીજા તો આ દુનિયા જોય શકશે એટલે તરત જ પરિવારજનો એ ચક્ષુ દાન કરવા નો નિર્ણય કર્યો અને ધોરાજી માનવ સેવા યુવક મંડળ નો સંપર્ક કર્યો અને ચક્ષુદાન માટેની વાત કરી.

ત્યારબાદ ધોરાજી માનવ સેવા યુવક મંડળની ટીમ તેમજ તેના ડોકટરોની ટિમ જેતપુર ખાતે તેજસ વિભાણીના ઘરે પહોંચ્યા અને ડોકટરોની ટીમ દ્વારા સફળ ચક્ષુદાન સ્વીકારેલ, અને આ ધોરાજી માનવ સેવા યુવક મંડળની ટીમે જણાવેલ કે અમારી સંસ્થા દ્વારા આ ૨૦૬ મું ચક્ષુદાન અમે સ્વીકારેલ છે અને ધોરાજી માનવ સેવા યુવક મંડળ દ્વારા આ વિભાણી પરિવારને ચક્ષુદાન કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.



આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ