israel hamas war/ હમાસના 100 શંકાસ્પદ આતંકીઓને નગ્ન કરીને ઈઝરાયેલે લીધો બદલો!!

ઈઝરાયેલી સેનાએ ગાઝામાંથી લગભગ 100 લોકોની ધરપકડ કરી છે. ગાઝા પટ્ટીમાંથી કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે.

Top Stories World

ઈઝરાયેલી સેનાએ ગાઝામાંથી લગભગ 100 લોકોની ધરપકડ કરી છે. ગાઝા પટ્ટીમાંથી કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે, જેમાં ઈઝરાયેલી આર્મીના સૈનિકો લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકીઓને નગ્ન અવસ્થામાં પરેડ કરી રહ્યાં છે. હમાસ સાથે સંકળાયેલા કહેવાતા આ લોકોને ઈઝરાયલની સેનાએ કપડા વગર રસ્તાની વચ્ચે બેસાડ્યા અને તેમને ઘૂંટણિયે પડી જવાની ફરજ પાડવામાં આવી રહી છે. અન્ય એક તસવીરમાં ઘણા લોકો રેતી પર નગ્ન થઈને બેઠા છે અને પાછળ ઈઝરાયેલના સૈનિકો જોવા મળી રહ્યા છે. સાત ઓક્ટોબરના હુમલા દરમિયાન હમાસના અતિરેક માટે ઈઝરાયેલી સેના દ્વારા બદલો તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલી સૈનિકોએ તેમને અજ્ઞાત સ્થળે લઈ જતા પહેલા તપાસ કરી હતી કે તેમાંથી કોઈ હમાસ સાથે સંબંધ ધરાવે છે કે કેમ. આમાંના ઘણા માણસો અગાઉ હમાસના આતંકવાદીઓ હતા અને તેઓ આંખ પર પાટા બાંધેલા અને પીઠ પાછળ હાથ બાંધેલા જોઈ શકાય છે.

હમાસે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલા તમામ લોકો નિર્દોષ નાગરિક હતા. ઈઝરાયેલના મીડિયામાં આ સામૂહિક ધરપકડ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ IDFએ હજુ સુધી તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. આ ધરપકડની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ઘણા લોકોએ ઉત્તરી ગાઝાના બીત લાહિયા વિસ્તારમાં તેમની હાજરીનો ઉલ્લેખ કર્યો છે. ઈઝરાયલી સૈનિકો જે રીતે અમાનવીય વર્તન કરતા જોવા મળે છે તેની ઘણા લોકોએ ટીકા કરી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: