ગુજરાત/ સુરતમાં આપઘાતના બનાવ રોકવા માટે પાલિકાનું આગવું કદમ

સુરત શહેરમાં સતત વધી રહેલા આપઘાતના કિસ્સાઓને લઈ સુરત મહાનગર પાલિકાએ તાપી બ્રિજ પર તાર ફેન્સીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Top Stories Gujarat Surat

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરત શહેરમાં સતત વધી રહેલા આપઘાતના કિસ્સાઓને લઈ સુરત મહાનગર પાલિકાએ તાપીના બ્રિજ પર તાર ફેન્સીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.અત્યાર સુધી અનેક લોકોએ તાપી નદીના બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.ત્યારે કાપોદ્રા તાપી બ્રિજ પરથી આપઘાત અટકાવવા માટે લોખંડની રેલિંગની ઉપર તાર ફેન્સીંગ લગાવવામાં આવી હતી.

સુરત શહેરમાં આપઘાતની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.અનેક લોકો અગમ્ય કારણોસર આપઘાત કરી રહ્યા છે.તેમાં ખાસ કરીને તાપી નદી પર બનાવવામાં આવેલા બ્રિજ ઉપરથી અનેક લોકો તાપીમાં ભૂસકો મારી આપઘાત કરે છે.એક સમયે સુરતના કાપોદ્રા અને મોટા વરાછા વિસ્તારને જોડતો તાપી બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાતો હતો.

છેવટે ત્યાં લોખંડની રેલિંગ બનાવવામાં આવી હતી.તેમ છતાં પણ અનેક લોકો આ લોખંડની રેલી ઉપર ચડી અને  તાપીમાં જંપલાવી દેતા હતા. અનેક વખત રેલિંગ પર ચડેલા લોકોને ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ ઉતારી અને આપઘાત કરતા રોક્યા છે. તેમ છતાં પણ આપઘાતના કિસ્સાઓમાં વધારો થતા આ રેલિંગની ઉપર તાર ફેન્સીંગ કરી દેવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આપઘાતના કિસ્સાઓ રોકવા માટે મહત્વનો નિર્ણય કહી શકાય. તાર ફેન્સીંગ કરી દેવાના કારણે લોકો લોખંડની રેલિંગ પરથી કૂદી શકશે નહીં આમ આપઘાત કરતા લોકોને બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક આગવું કદમ ઉઠાવવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી