રાજ્યમાં શિક્ષણ વિભાગમાં બદલીઓનો દોર શરૂ થયો છે. ગાંધનીગરમાં શિક્ષણ વિભાગે અલગ-અલગ જિલ્લાઓમાં અધિકારીઓની ખાલી પડેલ જગ્યા પર નિમણૂકોના આદેશ આપ્યા છે. સરકારે તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વર્ગ-2ના અધિકારીઓની બદલીઓના આદેશ આપ્યા છે. આ સાથે 27 જેટલા અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. પ્રાથમિક શિક્ષણ વર્ગ-2ના અધિકારીઓના બદલીના હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો વિભાગને નિર્દેશ કર્યો છે.
શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યા પર નિમણૂંકો કરવા તેમજ પડતર પ્રશ્નોને લઈને સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના બાદ વિભાગ દ્વારા મહત્વના મુદ્દાઓ ધ્યાને લેતા હાલમાં અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના 57 અધિકારીઓને વર્ગ-1માં પ્રમોશન આપવામાં આવ્યું જ્યારે વર્ગ-1ના 9 અધિકારીઓને નાયબ શિક્ષણ નિયામક તરીકે પ્રમોશન આપવાનો વિભાગ દ્વારા નિર્ણય લેવાયો.
શિક્ષણમંત્રીએ 2 મહિના પહેલા એક સંમેલનમાં શિક્ષણ વિભાગના પડતર પ્રશ્નોનો ટૂંક સમયમાં ઉકેલ આવશે તેવું વચન આપ્યું હતું. આ સંમેલનમાં તેમણે કહ્યું હતું કે દિવાળી બાદ વિભાગની તમામ ખાલી જગ્યાઓ પર નિમણૂંકો કરાશે. અને આખરે આ વચન પાળતા વર્ગ-2 અને વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણ વર્ગ-2ના આ 27 જેટલા અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જુઓ યાદી
- ભીમસિંહ આર.બારડની જાફરાબાદથી ભાવનગરના મહુવામાં બદલી
- આર.પી. બોચિયાંની ઈડરથી બનાસકાંઠાના વાવ ખાતે બદલી
- અજય જોશીની બોટાદના ગઢડાથી અમરેલીના લાઠી ખાતે બદલી
- પ્રકાશ વણકરની દાહોદના ફતેપુરાથી બનાસકાંઠાના થરાદમાં બદલી
- આર.ડી. દેસલેની વડોદરાથી નવસારીના વાસંદામાં બદલી
- જે.જી. વોરાની નખત્રાણાથી મોરબીના વાંકાનેરમાં બદલી
- એચ.આર. હડિયાની જામનગરથી વેરાવળ ખાતે બદલી
- વિનોદકુમાર અસારીની ખેડાના ઠાસરાથી અરવલ્લીના મેઘરજમાં બદલી
- અરવિંદ ડાભીની આણંદના ઉમરેઠથી ખેડાના મહુધામાં બદલી
- એસ.પી. ડાંગરની રાજકોટના ઉપલેટાથી સાવરકુંડલામાં બદલી
- એમ.એન. વન્ડ્રાની રાજકોટના જસદણથી કોડીનાર ખાતે બદલી
- અંજનાબેન મકવાણાની જેતપુરથી જૂનાગઢના મેંદરડામાં બદલી
- પી.જે. કેરાળીયાની ગોંડલથી કોટડા સાંગાણી ખાતે બદલી
- સરોજબેન પટેલની પાટણના સાંતલપુરથી શંખેશ્વર ખાતે બદલી
- કુણાલકુમાર હઠીલાની પંચમહાલના શહેરાથી ગોધરામાં બદલી
- પ્રભાત રાઠવાની નર્મદાના સાગબારાથી નાંદોદ ખાતે બદલી
- ચેતનાબેન પરમારની ઝાલોદથી ઘોઘંબા ખાતે કરાઈ બદલી
- જી.જે. અઘેરાની અમરેલીના લાઠીથી કચ્છના અંજારમાં બદલી
- હસુમતીબેન પરમારની દિયોદરથી કચ્છના ભુજ ખાતે બદલી
- માધવસિંહ પરમારની આણંદના પેટલાદથી ભાવનગરના તળાજામાં બદલી
- અર્ચનાબેન ધામેલીયાની ભાવનગરના શિહોરથી સુરતના ચોર્યાસીમાં બદલી
- ડી.ડી. રામાનુજની રાજકોટના વીંછીયાથી પાલીતાણા ખાતે બદલી
- ગોવાભાઈ પટેલની બનાસકાંઠાના સુઈગામથી કપડવંજ ખાતે બદલી
- મીનાબેન પટેલની વલસાડના વાપીથી નવસારીના ચીખલીમાં બદલી
- જીજ્ઞાબેન અમૃતીયાની દ્વારકાના કલ્યાણપુરથી દાહોદ ખાતે બદલી
- મહેન્દ્ર મકવાણાની પાટણના સરસ્વતીથી બનાસકાંઠાના દાંતામાં બદલી
- ત્રિગુણાબેન પંડયાની ખેડબ્રમ્હાથી પંચમહાલના શહેરામાં બદલી
