Rajkot/ જેતપુરમાં આ પરિવારના જીવનમાં ખુશીઓ આવી… પણ પછી શું થયું…

સાત વર્ષ બાદ પરિવારમાં સંતાનનું સુખ પ્રાપ્ત થતાંની સાથે કુદરતે બાળકોને માતાથી જુદા કરતા પરિવારમાં ખુશીની સાથે શોકનું વાતાવરણ છવાયું હતું.

Top Stories Gujarat

Rajkot News :  સાત વર્ષ બાદ પરિવારમાં સંતાનનું સુખ પ્રાપ્ત થતાંની સાથે કુદરતે બાળકોને માતાથી જુદા કરતા પરિવારમાં ખુશીની સાથે શોકનું વાતાવરણ છવાયું હતું.  રાજકોટના જેતપુરમાં આવો દુ:ખદાયી કિસ્સો બન્યો છે.

રાજકોટના જેતપુરમાં એકતાબેન ગજેરા જેતપુર સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. કુદરતે એકતાબેનને સાત વર્ષ બાદ માતા બનવાનું સુખ આપ્યું હતું. લગ્નના સાત વર્ષ બાદ ખોળો ભરાતા ગરેજા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતું સગર્ભા અવસ્થા દરમિયાન એકતાબેનને ઇન્ફેક્શન લાગતા તબિયત બગડી હતી. એકાએક તબિયત બગડતા એકતાબેનને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોના અથાગ પ્રયત્ન બાદ એકતાબેનની કૂખે જોડિયા બાળકોનો જન્મ થયો હતો.

સંતાનમાં બે પુત્રોનો જન્મ થતા ગરેજા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પણ અસ્વસ્થતા ધરાવતા એકતાબેન ડિલિવરી થતા જ કોમામાં જતા રહ્યા હતા. બે દિવસ કોમામાં રહ્યા બાદ પુત્રોનું મોઢું જુએ તે પહેલાં જ એકતાબેનનું મોત નિપજ્યુ હતું.  માતાએ બાળકોનું મોઢું જોયા વગર જ સ્વર્ગે સીધાવતા ગરેજા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

આ પણ વાંચો:Green wood-Black Business/બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન