Dharmendrasingh Zala/ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલાએ રાજીનામુ આપ્યું

ગુજરાતમાં વાઘોડિયાના અપક્ષ વિધાનસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)એ અપક્ષ તરીકે રાજીનામુ આપ્યું છે. ગુજરાત વિધાનસભામાં તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામુ આપ્યું છે. રાજીનામુ આપ્યા બાદ તે વિધિવત ભાજપમાં જોડાઈને ભાજપની ટિકિટ પરથી વાઘોડિયા ખાતે પેટાચૂંટણી લડશે.   

Top Stories Gujarat Vadodara

વડોદરાઃ ગુજરાતમાં વાઘોડિયાના અપક્ષ વિધાનસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ)એ અપક્ષ તરીકે રાજીનામુ આપ્યું છે. ગુજરાત વિધાનસભામાં તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામુ આપ્યું છે. રાજીનામુ આપ્યા બાદ તે વિધિવત ભાજપમાં જોડાઈને ભાજપની ટિકિટ પરથી વાઘોડિયા ખાતે પેટાચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણીનું આગમન થવાના પગલે કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. બધાને સત્તારૂપી મધલાળી દેખાઈ રહી છે. હાલમાં કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં જોડાયા બાદ વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવવાની તૈયારીમાં છે.

અગાઉ સી.જે. ચાવાડ ઉપરાંત ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે વિધાસભાની ચૂંટણી જીત્યા બાદ ધર્મેન્દ્ર્સિંહ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા તે જ બેઠક પરથી પેટા ચૂંટણી લડવાના છે.

વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પકડ મજબૂત માનવામાં આવે છે. મંગળવારે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘટાન પ્રસંગે ધર્મેન્દ્ર સિંહ વાઘેલાની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.  ભાજપના નેતાઓ નજીક હોવાનું વર્તુળોમાં ચર્ચા થયા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાય તેવી અફવાએ વેગ પકડ્યો હતો. જો કે અફવા હકીકત બની છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ