Dahod News : દાહોદમાં ખાતરની અછતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 3 એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પેથાપુર ગામમાં દેવ એગ્રોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. બિલવાણી, ફતેપુરામાં સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 16 એગ્રો સેન્ટરોને વિવિધ કારણોસર નોટિસ ફટકારવામાં આવી છે.દાહોદ જિલ્લામાં ખાતરની અછતને લઈને કૃષિ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લામાં ત્રણ એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પેથાપુર ગામમાં આવેલ દેવ એગ્રો ઝાલોદ તાલુકાના બિલવાણી તેમજ ફતેપુરાના એગ્રી બિઝનેસ સેન્ટર નામક ત્રણ એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 16 એગ્રો સેન્ટરોને વિવિધ કારણો સર કૃષિ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં ખાતર માટે ખેડૂતોની સવારથી લાઈનો લાગે છે. જિલ્લાના વિવિધ એગ્રો સેન્ટરોની કૃષિ વિભાગ દ્વારા કરવામાં તપાસ આવી રહી છે. ખાતરની કાળા બજારી કરતા વેપારીઓ સામે કૃષિ વિભાગની કાર્યવાહીને લઈને ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળી રહેતા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
