BJP-Parliamentary election/ લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ એક્શન મોડમાં, પાંચ લાખની લીડને લઈને ચર્ચા

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ પદ હેઠળ દિનેશ હોલમાં લોકસભા ચૂંટણીને લઈને બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને (Parliamentary Election) લઈને ભાજપ (BJP) એક્શન મોડમાં આવી ગયુ છે. રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ઉઠેલા ધાર્મિક અને આધ્યાત્મિક જુવાળને મતોમાં પરિવર્તીત કરવા માટે ભાજપ એકશન મોડમાં છે. ભાજપ લોકસભા ચૂંટણી સુધી આ પ્રકારનો જુવાળ જરા પણ ઠંડો પડે તેમ ઇચ્છતું નથી. આના પગલે આ જુવાળને જારી રાખવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવા ભાજપે અમદાવાદ શહેરની (Ahmedabad City) બૃહદ બેઠકનું આયોજન કર્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના (C R Patil) અધ્યક્ષ પદ હેઠળ દિનેશ હોલમાં (Dinesh Hall) લોકસભા ચૂંટણીને લઈને બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં અમદાવાદના ધારાસભ્યો, સાંસદો અને પક્ષના પદાધિકારીઓ પણ હાજર છે. તેના પરથી જ લોકસભા ચૂંટણીની વ્યૂહરચનાને ઘડવાની સાથે તેને મેદાનમાં ઉતારવા માટે ભાજપ કેટલું કટિબદ્ધ છે તેનો ખ્યાલ આવી જાય છે. બીજા પક્ષોને હાલમાં લોકસભા ચૂંટણીને લઈને મીટિંગના ફાંફા છે અને કેટલા સભ્યો ચૂંટણી સુધી ટકશે તે સવાલ છે ત્યારે ભાજપ અત્યારથી જ તેના માટેની તૈયારીમાં લાગી ગયુ છે.

ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બધી 26 બેઠક તો અંકે કરવા માંગે જ છે, પરંતુ તેમા આ વખતે ઉમેરાયેલું સૌથી મહત્વનું પરિબળ હોય તો તે દરેક બેઠક પાંચ લાખની સરસાઈ સાથે જીતવાની વાત છે. આને લઈને પક્ષમાં થોડો કચવાટ છે અને સીઆર પાટિલે હવે આ જ પક્ષના હોદ્દેદારો, વિધાનસભ્યો, સાંસદો અને કાર્યકરોને તે જ સમજાવવાનું છે કે આ પાંચ લાખનો લક્ષ્યાંક કેવી રીતે પાર પાડવો. ગુજરાત ભાજપમાં પણ હાલમાં ચોરે અને ચૌટે ચર્ચા હોય તો તે આ પાંચ લાખની લીડની ચર્ચા છે અને તે કઈ રીતે પાર પાડવી તેની ચર્ચા છે. પાટિલ આ વાત સારી રીતે જાણી ગયા છે અને આ બેઠકમાં આ લીડ કઈ રીતે મેળવવી તેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવનારી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ