New Delhi News: કેબિનેટની (Union Cabinet) બેઠકમાં ગુરૂવારે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે દ્વિપક્ષીય (Bilateral Investment Treaty)રોકાણ સંધિ પર નિર્ણય લેવાયો છે, તેમજ હસ્તાક્ષર કરી (Signature) અને બહાલીને(Ratification) મંજૂરી આપવામાં આવી છે. આ કરાર બંને દેશો વચ્ચે ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
આ ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવવામા આવ્યું છે કે, દ્વિપક્ષીય સંધિથી રોકાણકારો (Investors), જેમાં ખાસ કરીને મોટા રોકાણકારોના આત્મવિશ્વાસમાં સુધારો થવાની અપેક્ષા છે. જેના પરિણામે વિદેશી રોકાણો (Foreign Investment) અને વિદેશી સીધા રોકાણ (Overseas Direct Investment) તકોમાં વધારો થશે. આની સકારાત્મક અસર રોજગારીના સર્જન પર પણ થઈ શકે છે.
સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, “આ મંજૂરીથી ભારતમાં રોકાણમાં વધારો થવાની અપેક્ષા છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને આયાત પર નિર્ભરતા ઘટાડીને તેમજ નિકાસમાં વધારો કરવો વગેરે દ્વારા આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવામાં મદદ મળશે.”
બંને દેશોએ 2022ના મે મહિનામાં મુક્ત વેપાર કરાર (Free Trade Agreement) પણ લાગુ કર્યો છે. એપ્રિલ 2000 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ભારતને અમેરિકન ડોલર 16.7 બિલિયનનું સીધુ વિદેશી રોકાણ મળ્યું હતું.
આ પણ વાંચો:શું તમે જાણો છો…બજેટ પહેલાં જ સરકારે આ વસ્તુની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો
આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસમાં 29 હજારથી વધુ બેઠકો ખાલી, સરકારે સોગંદનામું રજૂ કર્યુ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
