Ahmedabad-Suicide/ મિલકત લેવા માટે બે પુત્રો અને પુત્રવધુના ત્રાસથી વૃદ્ધ પિતાની આત્મહત્યા

કળિયુગ કોને કહેવાય તેનો વધુ એક પુરાવો મળ્યો છે. નવરંગપુરામાં બે પુત્રો અને પુત્રવધુના ત્રાસના લીધે વૃદ્ધે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાની ફરજ પડી છે. વૃદ્ધે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આત્મહત્યા કરી હતી.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ કળિયુગ કોને કહેવાય તેનો વધુ એક પુરાવો મળ્યો છે. નવરંગપુરામાં બે પુત્રો અને પુત્રવધુના ત્રાસના લીધે વૃદ્ધે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાની ફરજ પડી છે. વૃદ્ધે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આત્મહત્યા કરી હતી.

તેના પછી માતાને પણ આપઘાત કરવા માટે બંને પુત્રો દબાણ કરતા હતા. તેના પગલે વૃદ્ધાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને પુત્રો અને પુત્રવધુઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવીને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.

નવરંગપુરા વિસ્તારમાં જતનબેન છગનભાઈ દેસાઈ કુટુંબ સાથે રહે છે. તેમના પતિ છગનભાઈએ ગયા સપ્ટેમ્બરમાં અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. તે સમયે તો કોઈપણ પ્રકારની ફરિયાદ થઈ ન હતી. પણ હવે માતા જતનબેન પર બંને પુત્રો દ્વારા આત્મહત્યા કરવા માટે કરવામાં આવતા દબાણના લીધે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

જતનબેન મકાન તેમના નામે ન કરી આપે તો મારી નાખીને આત્મહત્યામાં ખપાવવાની બંને પુત્રો સહિત ચારેય ધમકી આપતા હતા. જતનબેન પાસેથી બંને પુત્રોએ મકાન પચાવી પાડવા માટે મકાનના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા. તેની સાથે બંને પુત્રો અવારનવાર માબાપને વહેલી મરી જવા માટે ટોણા મારતા હતા. તેની સાથે કહેતા હતા કે તમે મરો તો મકાન અમારા નામે થાય.

આ ઉપરાંત માબાપને મળવા માટે ઘરમાં કોણ-કોણ આવે છે તે જોવા તેમણે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. એક દિવસે જતનબેનની તબિયત બગડતા બંને પુત્રોએ જણાવ્યું હતું કે ડોસો મરી ગયો, તું પણ મરી જા તો મકાન અમારા નામે થઈ જાય.

બંને પુત્રો કહેતા તારો જીવ ના ચાલતો હોય તો તું કેનાલ પર ઊભી રહે અમે તને ધક્કો મારી દઇશું તેમ કહીને ત્રાસ આપતા હતા. આ અંગે જતનબેન નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને દીકરા દિનેશ, રમેશ, પુત્રવધુ લલિતા અને સુરેખા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ