Ahmedabad RTO/ ‘સ્માર્ટ સિટી’ અમદાવાદ RTOમાં આઠ દિવસથી સર્વર ડાઉન

સ્માર્ટ સિટીનો દાવો કરતાં અમદાવાદમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં આઠ દિવસથી સર્વર ડાઉન છે. તેના લીધે અરજીઓનો ખડકલો થઈ ગયો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અરજદારો તેમનો કિંમતી સમય બગાડીને ધક્કો ખાઈના નિસાસા નાખતા તો કેટલાક ગાળો અથવા તો અપશબ્દો કહેતા પરત જાય છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ સ્માર્ટ સિટીનો દાવો કરતાં અમદાવાદમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO)માં આઠ દિવસથી સર્વર ડાઉન છે. તેના લીધે અરજીઓનો ખડકલો થઈ ગયો છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અરજદારો તેમનો કિંમતી સમય બગાડીને ધક્કો ખાઈના નિસાસા નાખતા તો કેટલાક ગાળો અથવા તો અપશબ્દો કહેતા પરત જાય છે.

કેટલાયના નવા લાઇસન્સ નીકળવાના બાકી છે, તો કેટલાયના લાઇસન્સ રીન્યુ કરવાના બાકી છે. એક-એક દિવસ પસાર થવાની સાથે અરજીઓના ઢગલા વધતા જાય છે. આ ઉપરાંત કેટલાય લોકો છે જેમના લાઇસન્સ તૈયાર થઈ ગયા છે તેમના લાઇસન્સ પણ મળતા નથી. પાંચ હજારથી વધારે લાઇસન્સની અરજી પડતર છે.

હવે લોકો લાઇસન્સ લેવા માટે લાઇનમાં ઊભા રહે કે પોતાના નોકરીધંધા પર જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આરટીઓ કચેરીમાં પણ કોઈને કશી ખબર નથી, કોઈ સરખો જવાબ આપતું નથી. તેઓને એક જ પોપટિયો જવાબ છે કે બધુ સેન્ટ્રલાઇઝ થઈ ગયું છે. તેથી હવે મેઇન સર્વર ઠીક થશે ત્યારે જ બધુ ક્લિયર થશે. અમે અહીંથી કશુ કરી શકીએ તેમ નથી. આમ લોકો વધુને વધુ હેરાન થઈ રહ્યા હોવા છતાં આરટીઓ કચેરી પાસે  સ્થિતિનો કોઈ જવાબ નથી.

આ ઉપરાંત મેન્યુઅલ વર્ક માટે પણ કોઈ જોગવાઈ નથી. કમસેકમ ટેસ્ટિંગ માટે આવતા અરજદારોનો ટેસ્ટ લેવાવો જોઈએ તેવું પણ થઈ શકતું નથી. તેના લીધે રોજના હજારો લોકો ટેસ્ટ આપ્યા વગર પરત જાય છે. ફક્ત એટલું જ નહીં કચેરી કોઈને મેસેજ પણ કરતી નથી કે હાલમાં તમારો વારો છે, પણ સર્વર ડાઉન હોવાથી હાલમાં ન આવો. એક એસએમએસ પણ નહી. પણ જો રૂપિયા બાકી રહી ગયા હોય તો તેનો એસએમએસ તરત આવશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ