ચરસ કેસ/ રાજકોટ સેશન્સ કોર્ટે 2018ના ચરસ કેસમાં ચાર આરોપીઓને 20-20 વર્ષની સજા ફટકારી

રાજકોટ સેશન્સ કોર્ટે 2018ના ચરસના કેસમાં ચાર આરોપીઓને 20-20 વર્ષની કેદની સજા અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી દેવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Rajkot

રાજકોટઃ રાજકોટ સેશન્સ કોર્ટે (Rajkot Sessoions Court)  2018ના ચરસના (Charas) કેસમાં ચાર આરોપીઓને 20-20 વર્ષની કેદની સજા અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી દેવામાં આવ્યો હતો. આ કેસમાં સમગ્ર ઘટનાક્રમ પર પ્રકાશ પાડતા સરકારી વકીલે જણાવ્યું હતું કે 2018માં અમદાવાદના નાર્કોટિક્સ વિભાગે જાવેદ નામના એક વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં પકડ્યો હતો. તે સમયે ફક્ત શંકાના આધારે કરેલી પૂછપરછમાં ચરસના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પકડાયેલા શંકાસ્પદે જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં મહેબૂબ નામની વ્યક્તિને ચરસ પહોંચતુ કરતા હતા.

આના પગલે નાર્કોટિક્સ વિભાગે (Narcots Department) રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં મહેબૂબ નામના વ્યક્તિને ત્યાં દરોડો પાડ્યો અને તેને ઝડપ્યો હતો. તેની પાસેથી કુલ આઠ કિલો ચરસ ઝડપાયુ હતુ. તેણે જણાવ્યું હતું કે તેની પાસેના મકાનમાં રહેતો રફીક પણ ચરસના વેપાર સાથે જોડાયેલો છે. તેના લીધે પોલીસે તેને રફીકને પણ પકડ્યો હતો અને તેની પાસેથી પણ આઠ કિલો ચરસ જપ્ત કર્યુ હતુ. તેઓને જ્યારે પૂછપરછ કરવામાં આવી કે તેઓ આ ચરસનો જથ્થો ક્યાંથી મેળવતા હતા ત્યારે તેઓએ શફીક નામની વ્યક્તિનું નામ લીધુ હતુ. પોલીસે પછી કોલ રેકોર્ડ તપાસ્યા તેમા શફીકનું નામ પણ આવ્યું, પરંતુ તે મોડાસા જેલમાં બંધ હતો. તેથી પોલીસે તેને પકડ્યો ખરા, પરંતુ તેની સામે કોઈ ખાસ પુરાવા ન મળ્યા. આ આરોપીઓ સામે પછી પોલીસે ચરસનો જડબેસલાક કેસ બનાવતા તેમને આ આકરી સજા થઈ છે.

સરકારી વકીલે જણાવ્યું હતું કે કેફી દ્રવ્યો પકડાવવાના કેસમાં ત્રણ રીતે સજા થતી હોય છે. ચરસ ઉચ્ચસ્તરીય કેફી દ્રવ્ય હોય છે. તેથી જો ચરસ 25 ગ્રામથી ઓછું કોઈની પાસે પકડાય તો તેને વ્યક્તિગત ઉપયોગ માટેનું મનાય છે. તેથી તેના માટે બહુ-બહુ તો છ મહિનાની સજા થાય છે. જ્યારે ચરસ 25 ગ્રામથી વધારે પકડાય અને તો તે વ્યક્તિગત અને કોમર્સિયલ હેતુ માટે મનાય છે અને તેના માટે છ મહિનાથી લઈને 10 વર્ષ સુધીની સજા થાય છે. જ્યારે ચરસ કિલોગ્રામના ભાવે પકડાય ત્યારે તે ફક્ત કારોબાર માટે જ લવાયેલુ ચરસ મનાય છે અને તેના માટે 20 વર્ષની સજા થાય છે અને એક લાખનો દંડ ફટકારવામાં આવે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ