a murder/ ઉત્તરપ્રદેશમાં એક જ રાતમાં પિતા-પુત્રીની કરાઈ કરપીણ હત્યા

મૃતકના પુત્ર ઈશાંકે જણાવ્યું કે, તે દિલ્હીમાં જોબ કરે છે. છેલ્લા 2-3 દિવસોથી અહીં આવ્યો હતો. તેના પિતા સવારે દોસ્ત સાથે ટેબલ ટેનિસ રમવા જાય છે ત્યારે તેમને સવારે ઘરનો દરવાજો ખુલ્લો દેખાઈ દીધો. તેમને રૂમની અંદર આવીને જોયું તો સન્ન રહી ગયા હતા. મેં જ્યારે આ ચિત્ર જોયું તો પપ્પા અને બહેનની લાશ લોહીલુહાણ અવસ્થામાં પડી હતી. ઘરનો સામાન પણ વેરવિખેર અવસ્થામાં હતો.  

Top Stories India

Uttar Pradesh News: મુરાદાબાદના અમરોહામાં હ્રદય સ્તબ્ધ કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં વેપારી યોગેશચંદ્ર અને તેમની દીકરી સૃષ્ટિની ચાકુની ધાર વડે હત્યા કરી દેવામાં આવી છે. ડબલ મર્ડર થયું હોવાની જાણ થતાં ડીઆઈજી અમરોહા આવી પહોંચ્યા હતા. હત્યા રાત્રે ક્યારે અને કેવી રીતે થઈ તેની જાણકારી હજુ સુધી પોલીસને મળી નથી.

સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળતાં આરોપીઓને શોધવું મુશ્કેલીભર્યું બન્યું છે. જેથી અંદાજો લગાઈ શકાય છે કે હત્યા કઈ રીતે થઈ હતી. હત્યારાઓએ ગુનો કર્યા બાદ સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા. જેથી તેની ઓળખાણ થઈ ના શકે. મૃતક વ્યક્તિને એક જ છોકરો છે જે ઘટના સમયે ઉપર પોતાના રૂમમાં સૂઈ ગયો હતો. તેને પણ આ ઘટના વિશે કંઈ જ ખબર ન હતી.

મૃતકના પુત્ર ઈશાંકે જણાવ્યું કે, તે દિલ્હીમાં જોબ કરે છે. છેલ્લા 2-3 દિવસોથી અહીં આવ્યો હતો. તેના પિતા સવારે દોસ્ત સાથે ટેબલ ટેનિસ રમવા જાય છે ત્યારે તેમને સવારે ઘરનો દરવાજો ખુલ્લો દેખાઈ દીધો. તેમને રૂમની અંદર આવીને જોયું તો સન્ન રહી ગયા હતા. મેં જ્યારે આ ચિત્ર જોયું તો પપ્પા અને બહેનની લાશ લોહીલુહાણ અવસ્થામાં પડી હતી. ઘરનો સામાન પણ વેરવિખેર અવસ્થામાં હતો.

ઘટના સ્થળ પર ડીઆઈજી મુનિરાજે જણાવ્યુ કે, એક જ ઘરમાં બે બે લાશો મળી આવી હતી. પિતાપુત્રીની ધારદાર હથિયાર વડે ખૂન કરાયું છે. અમુક શકમંદ લોકોના નામ માલૂમ પડ્યા છે, જેમની તપાસ થઈ રહી છે. જલ્થી જ આ હત્યાનો ભેદ ઉકેલાઈ જશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…

આ પણ વાંચો:નવાઝ શરીફનો સરકાર બનાવવાનો દાવો, જાણો પાક. માટે ભારતનું મહત્વ…