અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ બુધવારે ડિસેમ્બરમાં લેવાયેલી ઈન્ટરમીડિયેટ અને ફાઈનલ સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ (CMA) પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. ICAI તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે અમદાવાદના વિદ્યાર્થી કેતન પટેલે CMA ફાઇનલમાં ઓલ ઈન્ડિયામાં 37મો રેન્ક મેળવ્યો છે.
તેમાં જણાવાયું હતું કે અમદાવાદ ચેપ્ટરમાંથી 493 વિદ્યાર્થીઓએ ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી હતી જેમાંથી 77 અથવા 15.62% સફળ થયા હતા. અમદાવાદ ચેપ્ટરમાંથી 234 જેટલા વિદ્યાર્થીઓએ ફાઇનલમાં હાજરી આપી હતી જેમાંથી 76 અથવા 32.48% વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી.
ICAIએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાંથી 56,678 વિદ્યાર્થીઓએ ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી હતી અને તેમાંથી 6,240 વિદ્યાર્થીઓએ તેને ક્લીયર કર્યું હતું. એ જ રીતે 16,852 વિદ્યાર્થીઓએ CMA ફાઈનલમાં ભાગ લીધો અને તેમાંથી 1,467 સફળ થયા.
ICAIએ જણાવ્યું હતું કે અમદાવાદ ચેપ્ટરમાંથી ઇન્ટરમીડિયેટ્સમાં ટોપ સ્કોર કરનારાઓમાં યોગેશ હજારી, શિવાંગી મકવાણા અને વસીમ રાણસરિયાનો સમાવેશ થાય છે. ફાઇનલમાં, પટેલ ઉપરાંત યોશિતા શાહ અને હેલી પટેલ ટોપર્સમાં હતા.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
