Tanya Singh Suicide Case/ મોડેલ તાન્યા સિંહે આપઘાતની રાત્રે શું કર્યું હતું…

તાન્યા સિંહ મોટાભાગે કામથી મોડી રાત્રે પરત ઘરે આવતી હતી. તેના પિતા જ તેને સવારે ઊંઘમાંથી ઉઠાડતા હતા. પરંતુ જ્યારે સોમવારે તેમણે તાન્યાના રૂમનો દરવાજો ખોલ્યો તો તેમના હોશ ઉડી ગયા. તાન્યાનો મૃતદેહ ફાંસી ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેના કાનમાં ઈયરફોન લાગેલા હતા. આ બનાવ સુરતના હેપ્પી એલિગન્સ સોસાયટીનો છે. ભવાની સિંહે આ અંગે આસપાસના લોકોને જાણ..

Gujarat Top Stories

@Nikunj Patel

Surat News: મોડેલિંગની દુનિયામાં તાન્યા સિંહ ધીમે ધીમે તેનું નામ બનાવી રહી હતી. આપઘાત કર્યો તે રાત્રે તેણે તેના વિદેશમાં રહેતા ભાઈને વીડિયો કોલ કર્યો હતો અને તેની સાથે લાંબી વાતચીત કરી હતી.

Tanya Singh - Model - Zee Music Company | LinkedIn

તાન્યા સિંહ મોટાભાગે કામથી મોડી રાત્રે પરત ઘરે આવતી હતી. તેના પિતા જ તેને સવારે ઊંઘમાંથી ઉઠાડતા હતા. પરંતુ જ્યારે સોમવારે તેમણે તાન્યાના રૂમનો દરવાજો ખોલ્યો તો તેમના હોશ ઉડી ગયા. તાન્યાનો મૃતદેહ ફાંસી ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તેના કાનમાં ઈયરફોન લાગેલા હતા. આ બનાવ સુરતના હેપ્પી એલિગન્સ સોસાયટીનો છે. ભવાની સિંહે આ અંગે આસપાસના લોકોને જાણ કરી હતી. બાદમાં પોલીસને પણ બોલાવવામાં આવી હતી. જોકે રૂમમાંથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પરંતુ ત્રણ દિવસ બાદ આ કેસમાં કેટલાય ખુલાસા થઈ રહ્યા છે.

આત્મહત્યા કરી તે રાત્રે તાન્યાએ તેના વિદેશમાં રહેતા ભાઈને વીડિયો કોલ કર્યો હતો. એક મીડિયાના અહેવાલ મુજબ તે રાત્રે તાન્યાએ ફક્ત એકવાર નહી પણ પોતાના ભાઈને બે વખત વીડિયો કોલ કર્યો હતો. જેમાં બન્ને વચ્ચે હંમેશાની જેમ સામાન્ય વાતચીત થઈ હતી.

આ કેસમાં એક ક્રિકેટરનું નામ પણ આવ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તાન્યા સિંહ અને સનરાઈઝર્સ હૈદરાબાદના ક્રિકેટર અભિષેક શર્મા સાથે તે રિલેશનશીપમાં હતી. તાન્યાના રૂમમાંથી કોઈ સ્યુસાઈડ નોટ તો નથી મળી. પરંતુ તેના સોશિયલ મીડિયામાંથી ઘણી માહિતી બહાર આવી છે. અહેવાલ મુજબ આપઘાત પહેલા તાન્યા અભિષેક સાથે વાત કરવા માંગતી હતી. તેના માટે તે સતત કોશિશ પણ કરી રહી હતી. એવું પણ કહેવાય છે કે બન્ને વચ્ચે છેલ્લા છ મહિનાથી સંબંધો ખરાબ થઈ ગયા હતા. ક્રિકેટર અભિષેક શર્મા બાદમાં તાન્યાનો નંબર બ્લોક કરી દીધો હતો અને તે તાન્યા સાથે વાત કરવા માંગતો ન હતો.

તપાસ દરમિયાન પોલીસને તાન્યા અને અભિષેકના કેટલાક ફોટો મળ્યા છે. પોલીસને એવું જાણવા મળ્યું છે કે તાન્યા ઘણા સમયથી અભિષેક સાથે વાત કરવા માંગતી હતી. પરંતુ અભિષેક તેનાથી અંતર રાખી રહ્યો હતો. આ ડેથ મિસ્ટ્રીએ ગુજરાતથી લઈને મુંબઈ સુધી સનસનાટી ફેલાવી છે. આ અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…

આ પણ વાંચો:West Bengal/ સંદેશખાલીમાં કોઈની પર રેપ થયો નથી: શાહજહાંનો ભાઈ

આ પણ વાંચો:રિવોલ્વર સાથે દુકાનમાં ઘુસેલા શખ્સોએ 11 લાખની લૂંટ ચલાવી