@દિવ્યેશ પરમાર
Surat News: હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા,ઝિમ્બાબ્વે, રશિયા સહિતના દેશ પાસેથી રફ ઈમ્પોર્ટ કરે છે.સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઈમ્પોર્ટ કરે છે.આ સોન રફ પર પણ પોલિસ ડાયમંડ જેમ 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા માં આવે છે જે ઘટાડી રફ ની જેમ જ 0.25 કરવા ડાયમંડ એસોસિએશને સરકાર પાસે માંગ કરી હતી.
સોન રફ એટલે રફમાંથી હીરાનું વધેલું કટિંગ મટીરીયલ. આ રફને સોન રફ કહેવામાં આવે છે.જોકે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણ માં મુકાયા છે કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલિશ ડાયમંડ સાથેજની જ ઈમ્પોર્ટ ડ્યુટી વસુલે છે. જોકે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ વિદેશ થી રફ મંગાવે તો 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી સરકારને આપે છે.પરંતુ ઇઝરાયલ જેવા દેશમાં જે મોટા હીરા તૈયાર થાય છે તેની રફ માંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે તેને સોન રફ કહેવામાં આવે છે.જોકે આ સોન રફ માંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઈઝ નો હીરો તૈયાર કરવામાં આવે છે જેથી સોન રફ નો પણ ઉઓયોગ થઈ જાય.પરંતુ હકીકત એવી છે કે, સોન રફને ભારતમાં લાવવામાં મુશ્કેલી લડી રહી છે કેમ મેં સરકાર પોલિશ ડાયમંડ પર જે પાંચ ટકા ડ્યુટી લગાવી છે તેજ લરકારની ડ્યુટી સોન રફ પર પણ લગાવે છે.આમ સોન રફ લાવવી ખૂબ મોંઘી પડી શકે તેમ છે.
સુરતના હીરા ઉદ્યોગકારોએ આ મામલે ડાયમંડ એસોસીએશનને રજુઆત કરી હતી કેમ કે પોલિશ હીરા નું ઈમ્પોર્ટ 5 ટકા છે.સામે રફનું ઈમ્પોર્ટ 0.25 તજા છે.જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25 ટકા કરી આપે તેવી માંગ કરી છે.
![]()
આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી
આ પણ વાંચો:
આ પણ વાંચો: અરવલ્લી : અહેવાલના પડઘા, વાહન ચાલકો પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસકર્મીની થઈ બદલી
