Gujarat/ અરવલ્લી : હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, બાયડ-દહેગામ હાઈવે પર ફેંકયો મેડિકલ વેસ્ટ

અરવલ્લીમાં જય શિવાલીક હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. અરવલ્લીની જય શિવાલીક હોસ્પિટલની ગંભીર બેદરકારી દાખવતા બાયડ-દહેગામ હાઈવે પર મેડિકલ વેસ્ટ ફેંકયો.

Top Stories Gujarat Others

અરવલ્લીમાં હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. અરવલ્લીની જય શિવાલીક હોસ્પિટલની ગંભીર બેદરકારી દાખવતા બાયડ-દહેગામ હાઈવે પર મેડિકલ વેસ્ટ ફેંકયો. હોસ્પિટલ દ્વારા જ જાહેરમાં કચરામાં મેડિકલ બાયો વેસ્ટ  છૂટો ફેંકી દેવામાં આવ્યો. જય શિવાલિક હોસ્પિટલે જયાં મેડિકલ બાયો વેસ્ટ છૂટો ફેંક્યો તે રહેણાંક વિસ્તારની આસપાસ છે. નાગરિકોના આરોગ્યનું ધ્યાન રાખનારી હોસ્પિટલ દ્વારા જ મોટી બેદરકારી દાખવવામાં આવી. મેડિકલ બાયો વેસ્ટ જાહેરમાં ફેંકતા હોસ્પિટલે સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કર્યા છે. આ મામલે જાગૃત સ્થાનિકો દ્વારા હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અરવલ્લીમાં આવેલ જય શિવાલીક હોસ્પિટલમાં અનેક લોકો જુદી-જુદી બીમારીઓની સારવાર અર્થે જતા હોય છે. અરવલ્લીની જય શિવાલી હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા સારી સારવાર આપી હોવાની કેટલાક દર્દીઓએ પ્રશંસા પણ કરી છે. પરંતુ હોસ્પિટલ પોતે જ સ્વચ્છતા મામલે બેદરકાર હોવાનું સ્થાનિકોનો આરોપ છે. કારણ કે હોસ્પિટલનો મેડિકલ બાયો વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે હોસ્પિટલની આસપાસ છૂટો ફેંકી દેવામાં આવે છે. જેના કારણે સ્થાનિક રહીશોને આ મેડિકલ બાયો વેસ્ટથી સ્વાસ્થ્ય સાથે નુકસાન થવાનો ભય છે. આથી આ મામલે તંત્રને હોસ્પિટ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નોંધનીય છે કે અગાઉ પાટણમાં બી.ડી. હાઈસ્કુલ સામે ખુલ્લામાં કોઈ હોસ્પિટલ દ્વારા મેડિકલ બાયોના જથ્થાનો નિકાલ કરાયો હતો. મેડિકલ બાયો વેસ્ટમાં વપરાશમાં લેવાયેલ ઇન્જેકશનો સહિત અન્ય સામગ્રીઓ પર હાઈસ્કૂલની સામે જ નાખી દેવામાં આવી હતી. આ મામલે લોકોએ પાટણ નગરપાલિકામાં ફરિયાદ દાખલ કરી હતી.

મહત્વનું છે કે રાજ્યની હોસ્પિટલો સ્વચ્છતા મામલે ગંભીરતા બેદરકારી દાખવી રહી છે. એકબાજુ હોસ્પિટલોમાં વિવિધ પ્રકારના દર્દીઓની સારવાર થઈ રહી છે ત્યારે બીજી બાજુ સ્વચ્છતાને નજર અંદાજ કરતા રાજ્યની હોસ્પિટલો દ્વારા જાહેરમાં મેડિકલ બાયો વેસ્ટ ફેંકવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અરવલ્લી મામલે તંત્ર દ્વારા હોસ્પિટલોને મેડિકલ બાયો વેસ્ટના યોગ્ય નિકાલ કરવા કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા