અમદાવાદમાં પોલીસકર્મીઓની બદલીઓ થતા પોલીસ બેડામાં ગભરાટનો માહોલ છવાયો છે. હાલમાં 5 વિવાદિત પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસકર્મીઓની બદલી વિવાદ સાથે સંકળાયેલ છે. સરદાર નગરમાં અંદરો અંદર મારામારી કરનાર પોલીસકર્મીઓને ગાંધીનગર DG ઓફિસ ખાતે ગંભીર નોંધ લેવામાં આવી હતી. ગાંધીનગર ઓફિસમાં સમગ્ર મામલે કડક કાર્યવાહી કરતા મારામારીના વિવાદ સાથે સંકળાયેલ પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલીના આદેશ અપાયા છે. આ સાથે તમામ પોલીસકર્મીઓને થોડા દિવસની અંદર બદલીના સ્થાન પર ફરજ પર હાજર રહેતા કમિશ્નરને રીપોર્ટ કરવા જણાવ્યું છે.
પોલીસ બેડામાં અત્યારે ચર્ચાનો દોર શરૂ થયો છે. માર્ચ મહિનાના પ્રથમ દિવસે પોલીસ બેડામાં સાગમટે 1,472 કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી હતી. એકસાથે આટલા બધા પોલીસકર્મીઓની બદલી કરાતા પોલીસ બેડામાં ગભરાટનો માહોલ છવાયો છે. પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિંપાતા કોન્સ્ટેબલથી લઈને ઉપરી અધિકારીઓમાં ચિંતાનું મોજું જોવા મળ્યું.
જણાવી દઈએ કે SMCના દરોડામાં શહેરમાં ચાલતા દારૂના વેપલામાં પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી. ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને હેરાફેરીની ઘટનાનો SMCએ પર્દાફાશ કરતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. SMCના દરોડા બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરે તાત્કાલિક અસરથી બદલીઓ કરી. આ મામલામાં પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવનાર 1,427 કોન્સ્ટેબલોની બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓના આદેશના ટૂંકાગાળામાં વધુ 5 પોલીસકર્મીઓની બદલી કરાતા વિભાગના તમામ અધિકારીઓ ચિંતિત છે કે અચાનક કોઈપણ સમયે બદલીના આદેશ આવી શકે છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની છબી ખરડાઈ હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ મામલે પોલીસ કમિશ્નર દ્વારા સખત પગલા લેવાતા લાંબા સમય સુધી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર તેમજ વિવાદ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓની બદલીઓ કરવામાં આવે છે. આગામી લોકસભા ચૂંટણીમાં ગેરરીતિ ટાળવા પણ આ પગલું લેવામાં આવ્યું હોવાનું વર્તુળોમાં ચર્ચા છે.
આ પણ વાંચો : Uttarpradesh court/પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણી આચાર સંહિતા ભંગના કેસમાં યુપીની રામપુર કોર્ટે આપ્યા શરતી જામીન
આ પણ વાંચો : paper leak case/યુપી પેપર લીક મામલામાં લેવાયા કડક નિર્ણયો, રેણુકા મિશ્રાને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી હટાવાયા
આ પણ વાંચો : Loksabha Election 2024/મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કેબિનેટનું આજે વિસ્તરણ થવાની સંભાવના, ત્રણ નામો પર લાગશે મહોર, મળશે મોટું પદ
