Fire/ અમદાવાદના દાણીલીમડામાં ફ્લેટમાં આગ લાગતા દોડધામ, 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા

અમદાવાદ શહેરમાં દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચવા પામી હતી. તેમજ….

Top Stories Gujarat

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં વહેલી સવારે ખ્વાજા G+5 ફ્લેટમાં આગ લાગતા અફરાતફડી મચી ગઈ હતી. ગાઉન્ડ ફ્લોરમાં મીટર, વાહનોમાં આગ લાગતા બે માળ સુધી આગ ફેલાઈ હતી. ફાયર વિભાગને જાણ કરાતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી છે. 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઈજાગ્રસ્તોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આવેલા ખ્વાજા ફ્લેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચવા પામી હતી. તેમજ સાથે રાખેલો સરસામાનમાં પણ આગ પ્રસરાઈ હતી. આગ લાગતા તુરંત ફાયર વિભાગને ઘટનાની જાણ કરી દેવાઈ હતી. ત્યાં સુધી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટર અને વાહનો વગેરેમાં આગ લાગી હતી. 8 વ્યક્તિઓ દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

જોકે, સીડી બધી બાજુ બંધ હોવાથી અને વચ્ચે સામાન હોવાથી આગ બીજા માળ સુધી પ્રસરાઈ ગઈ હતી. મકાનની બહારની તરફ સીડી લગાવી 2 લોકો અને ઇમારતની સીડીઓ દ્વારા 25 થી વધુ લોકોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા. અલ્ટ્રા હાઈપ્રેશર મીની ફાયર ફાઈટરની લાઇન અંદાજિત 1100 લીટર પાણીનો ઉપયોગથી આગ બુઝાવવામાં આવી હતી. ત્યારે નીચે આવવાના સંભવિત પ્રયત્નમાં ત્રીજા અને ચોથા માળેથી જેબુનિશા કુરેશી બેન અને તેમના બે બાળકો દાઝી ગયા હતા તેવું જાણવા મળ્યું છે. દાઝી ગયેલા લોકોને LG હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન

આ પણ વાંચો :લોકસભા ચૂંટણી પૂર્વે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ

આ પણ વાંચો :સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે…