Gujarat Weather News: રાજ્યમાં શિયાળો સત્તાવાર રીતે પૂર્ણ થયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ક્રમશ: ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. બે થી ત્રણ દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધશે.
ગુજરાત રાજ્યમાં શિવરાત્રિ પૂર્ણ થયા બાદ ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધવાનું શરૂ થઈ ગયું છે. આગામી બે – ત્રણ દિવસોમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. રાજ્યમાં આગામી સાતથી આઠ દિવસ હિટવેવની શક્યતા નહિવત પ્રમાણમાં જોવા મળશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું છે.
આ પણ વાંચોઃ UGC/યુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ સુરત/પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…
