અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની આંખની હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલની એમ.એન.જે આંખ હોસ્પિટલમાં ઓપરેશન મામલે દર્દીના સગાએ તબીબ સાથે બબાલ કરી. દર્દીના સગાએ ડોક્ટરને લાફો મારતા અન્ય ડોક્ટરે દરમ્યાનગીરી કરતા ઝગડો વધુ ઉગ્ર બન્યો હતો. આંખની હોસ્પિટલ ખાતે સવારે 11 વાગ્યે આ બનાવ બન્યો હતો. દર્દીના સગાએ ડોક્ટરને લાફો મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દરમ્યાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા હુમલો કરનાર દર્દીના સગાની અટકાયત કરવામાં આવી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલની એમ.એન.જે આંખ હોસ્પિટલમાં દર્દીનું સવારે ઓપરેશન હતું. જે અંતર્ગત હોસ્પિટલમાં ફરજ પરના તબીબે દર્દી અને સગાને સવારે સાત વાગ્યે હાજર રહેવા જણાવ્યું હતું. પરંતુ આપેલા સમય પ્રમાણે હાજર ના રહેતા મોડા આવતા ઓપરેશન નહિ થાય તેમ તબીબે જણાવતા દર્દીનો પુત્ર ગુસ્સે થયો હતો અને ઓપરેશન કરવું પડશે તેમ કહેતા ડોક્ટરને તમાચો માર્યો. દર્દીના સગાએ ડોક્ટર સાથે બબાલ કરતા અપશબ્દો પણ કહ્યા હતા. વચ્ચે અન્ય ડોક્ટરે દરમ્યાનગીરી કરતા તેમને પણ ધક્કો માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દર્દીના સગાનું ડોક્ટર સાથે અયોગ્ય વર્તનને લઈને હોસ્પિટલ દ્વારા ફરિયાદ કરાતા પોલીસે અટકાયત કરી.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો