Fake ghee/ સુરતના રાંદેરમાંથી જંગી પ્રમાણમાં નકલી ઘી ઝડપાયું

ગુજરાતમાં નકલીની એટલી હદે બોલબાલા વધી ગઈ છે કે હવે જો અસલી વસ્તુ મળે તો નવાઈ જ લાગે! સુરતના રાંદેર વિસ્તારમાંથી નકલી ઘીનો મોટી માત્રામાં જથ્થો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં સુરત મનપાએ બનાવટીખોરો સામે લાલ………….

Top Stories Gujarat

Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા વધી ગઈ છે. સુરતના રાંદેરમાંથી નકલી ઘીનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. રાંદેર ઝોનના ગોગાચોક વિસ્તારમાંથી ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખીને ઘી બનાવામાં આવતું હતું. સુરત મનપાએ આવા શંકાસ્પદ 90 કિલો ઘીનો જથ્થો જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સને ઝડપ્યો છે.

ગુજરાતમાં નકલીની એટલી હદે બોલબાલા વધી ગઈ છે કે હવે જો અસલી વસ્તુ મળે તો નવાઈ જ લાગે! સુરતના રાંદેર વિસ્તારમાંથી નકલી ઘીનો મોટી માત્રામાં જથ્થો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં સુરત મનપાએ નકલીખોરો સામે લાલ આંખ કરી છે. સુરતના રાંદેર ઝોનના ગોગાચોક વિસ્તારમાંથી ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ, હળદર, કેમિકલ નાખીને ઘી બનાવવામાં આવતું હતું.

માહિતી મળતાં સુરત મનપાએ આવા શંકાસ્પદ 90 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. નકલી ઘી બનાવી અલગ અલગ દુકાનોમાં વેચાતુ હોવાનો પણ ખુલાસો થયો છે. રાંદેર પોલીસે નકલી ઘી બનાવનાર રાજેશ પટેલ નામના શખ્સને ઝડપ્યો છે. તેમજ તપાસના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોના અપૂરતી સુવિધાને કારણે જોડાણ રદ

આ પણ વાંચો:વરૂણ ગાંધીને જો ભાજપની ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પીલીભીતથી ચૂંટણી લડવાની અટકળો

આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી