Zarkhand/ ઝારખંડમાં જાણીતા બિલ્ડરનો ગોળી મારીને આપઘાત

ધંધામાં દેવુ વધી જતા ભરેલુ પગલુ

Top Stories India

Zarkhand News : ઝારખંડના રાંચીમાં બનેલા એક સનસનાટીભર્યા બનાવમાં જાણીતા બિલ્ડર નીરજ સહાયે ગોળી મારીને હત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજીતરફ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

ઝારખંડના ડોરંડા વિસ્તારના હીનુ ચોકમાં આ બનાવ બન્યો હતો. નીરજ સહાય પર અંદાજે 25 કરોડનું દેવુ હતું. જેને કારમે તે પરેશાન રહેતો હતો. અંતે તેણે પોતાની લાયસન્સવાળી પિસ્ટલથી ગોળી મારીને હત્યા કરી લીધી હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત ઘો,ત કર્યો હતો.

તેમના પરિવારનું કહેવું છે કે ગોળીબારનો અવાજ સાંભળીને  તેઓ નીરજના રૂમ તરફ ગયા હતા પણ દરવાજો બંધ હતો. આથી તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આવીને જોયું તો નીરજનો મૃતદેહ પડેલો હતો. તેના હાથમાં પિસ્ટલ દેખાઈ રહી હતી.

ઘટનાની જાણ થતા કોંગ્રેસ નેતા અને રાંચીના પૂર્વ સાંસદ સુબોધકાંત સહાય નીરજના ઘરે પહોંચ્યા હતા. આ ઘટનાથી પોતે અચંબામાં મુકાઈ ગયા હતા કારણકે નીરજ જીંદાદિલ વ્યકિતુ હોવાનું તેમણે કહ્યું હતું. આ સંદર્ભે રાંચીના એસપી રાજકુમાર મહેતાએ જણાવ્યું હતું કે  ધંધામાં થયેલા આર્થિક નુકશાનને કારણે તે પરેશાન હતા અને તેને કારણે તેમણે આપઘાત કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી