Madhyapradesh news : મધ્યપ્રદેશના શિવપુરીમાં એક ખાનગી સ્કૂલના માલિક રઘુવીર ધાકડના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ આવે છે જેમાં એક તસવીર હતી જે જોઈને રઘુવીર ચોંકી ઉઠે છે. આ તસ્વીર તેમની 20 વર્ષની દિકરી કાવ્યા ધાકડની હતી.
અપહરણ અને ખંડણીના અનેક બનાવો બનતા રહે છે. પરંતુ આ ઘટના તેમે પહેલા ક્યારેય જોઈ કે સાંબળી ન હોય તેવી છે. આ ઘટના બે રાજ્યોના બે શહેરો સાથે જોડાયેલી છે. પોલીસ પાસે આ મામલો પહોંચ્યો છથે પરંતુ હજી તેનો ઉકેલ આવ્યો નથી.
રઘુવીર ધાકડની 20 વર્ષની દિકરી કાવ્યા ધાકડ છેલ્લા છ મહિનાથી શિવપુરીથી દૂર કોટાના એક કોચિંગ ક્લાસમાં નેટની તૈયારી કરતી હતી. કાવ્યા ડોક્ટર બનવા માંગતી હતી. મોબાઈલ પર મેસેજ વાંચીને તાત્કાલિક રધુવીર ધાકડે તેમની દિકરીને ફોન લગાવ્યો હતો. જોકે તેનો ફન બંધ હતો. કાવ્યા સાથે તેમની છેલ્લી વાત 17 માર્ચે રાત્રે થઈ હતી. કાવ્યાના માતાપિતા તાત્કાલિક શિવપુરીના સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચે છે અને ત્યાંથી કોટા જવાના રવાના થાય છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા પણ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલને ફોન કરીને કાવ્યા અંગે વાત કરે છે. મુખ્યમંત્રી ઓફિસથી કોટા પલીસના પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે છે. જેને પગલે કોટા પોલીસ તપાસ હાથ ધરે છે. અહીંથી એક અલગ જ પ્રકારની વાર્તા શરૂ થાય છે.
કાવ્યાના માતાપિતાના જમાવ્યા મુજબ કાવ્યા 3 ઓગસ્ટ 2023ના રોજ નીટની તૈયારી માટે કોટાના પીડબલ્યુડી કોચિંગ સેન્ટર પહોંચે છે. તે સમયે કાવ્યાની માતા પણ સાથે હતી. કોચિંગ બાદ કાવ્યા તેની માતાને એક પીજીમાં લઈ ગઈ હતી. જ્યાં તે રહેવાની હતી. બાદમાં કાવ્યાની માતા 3 ઓગસ્ટે પરત શીવપુરી જવા નીકળી ગઈ હતી.
કાવ્યાના અપહરણનો ગુનો દાખલ કરાવ્યા બાદ કોટા પોલીસ કોચિંગ સેન્ટર જાય છે. કાવ્યાના માતાપિતા પણ પોલીસ સાથે હતા. પોલીસ કોચિંગ સેન્ટરના માવિક અને મેનેજરની પુછપરછ કરે છે. જેમાં કાવ્યાને તેમણે છેલ્લે કાયારે જોઈ કહીને તેનો ફોટો બતાવ્યો હતો. તેમનો જવાબ સાંભલી પોલીસ પણ આંચકો ખાઈ ગઈ હતી. કાવ્યા ધાકડ નામની કોઈ યુવતી આ કોચિંગ ક્લાસમાં ભણતી જ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. જેને પગલે કાવ્યાના માતાપિતા કોચિંગ સેન્ટરના માલિકને કેટલાક મેસેજ બતાવે છે. જે કોચિંગ સેન્ટરવાળાએ તેમને મોકલ્યા હતા. મેસેજ જોઈને કોચિંગ સેન્ટરના લોકો કહે છે કે અહીંથી કોઈ વિદ્યાર્થીના પેરેન્ટ્સને કોઈ પર્સનલ નંબરથી કોઈ મેસેજ મોકલવામાં આવતા નથી. જ્યારે કાવ્યાના પિતાના મોબાઈલમાં પર્સનલ નંબરથી મેસેજ મોકલાયેલા હતા.
આથી પોલીસ પીજી તરફ તપાસ કરે છે. જે કાવ્યાએ 3 ઓગસ્ટના રોજ તેની માતાને બતાવ્યું હતું. પીજીમાં તપાસ કરતા કાવ્યા નામની કોઈ યુવતી અહીં રહેવા માટે આવી જ નહોવાનું જાણવા મળે છે.જેને પગલે પોલીસ પણ હેરાન થઈ જાય છે.
એક વાત એ પણ સાચી છે કે 18 માર્ચે કાવ્યાના અપહરણનો મેસેજ આવ્યો હતો અને તેને બંધક બનાવી હોવાનો ફોટો પણ આવ્યો હતો. જેને પગલે પોલીસ આ કેસની તપાસ માટે એક ટીમ બનાવે છે.
કાવ્યાના માતાપિતાની પુછપરછમાં જાણવા મળે છે કે કાવ્યા કોટા જતા પહેલા ઈન્દોરમાં પણ રહી હતી અને ત્યાંથી નીટની તૈયારી કરતી હતી. કેટલાક યુવકોને કારણે તેના પિતાએ તેને ઈન્દોરથી શિવપુરી બોલાવી લીધી હતી અને બાદમાં કોટા મોકલી દીધી હતી. જેને પગલે પોલીસની ટીમ ઈન્દોર પહોંચી હતી.
જેમાં 20 માર્ચના રોજ પોલીસને આ કેસની પહેલી કડી હાથ લાગી પોલીસને કાવ્યાના ઈન્દોરના જુના ઠેકાણાના સીસીટીવી મળ્યા હતા. જેમાં કાવ્યા એક ઘરમાંથી બહાર નીકળીને એક યુવક સાથે જતા નજરે ચઢે છે. કાવ્યા પાસે એક બેગ પણ હતી. જેનાથી કાવ્યાનું અપહરણ થયું ન હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. પરંતુ પોતાની મરજીથી કોઈ યુવક સાથે ગઈ હતી.
પોલીસને એ સવાલ થયો કે તેનું અપહરણ થયું નથી તો તેના અપહરણનો ફોટો ક્યાંથી આવ્યો. જેમાં કાવ્યાના હાત પગ રસ્સીથી બાંધેલા હતા. તપાસમાં પોલીસને કાવ્યાના જુના મિત્રો મળી જાય છે. તેમના દ્વારા કેસની કડીઓ ખુલવા લાગે છે. વધુ તપાસમાં કાવ્યાને રૂમમાં બંધ કરીને ફોટો લેવામાં આવયો હોવાનું જણાય છે. જે ઘરનો ફોટો હતો તે કાવ્યાના બે મિત્રો પૈકી એક મિત્રએ ભાડા પર લીધું હતું. તેના મિત્રએ પોલીસને કહ્યું કે કાવ્યાની મરજીથી અહીં ફોટો શુટ થયું હતું. બાદમાં રૂમ ખાલી કરી દેવાયો હતો અને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા હતા.તેને ડર હતો કે ફોટાને કારણે પોલીસ તેમના સુધી પહોંચી જશે. ફોટો શુટ બાદ કાવ્યા અને તેના મિત્રોએ ઘણા દિવસ રાહ જોઈ હતી. બાદમાં 18 માર્ચના રોજ આ ફોટો ખંડમણીની ધમકી સાથે કાવ્યાના પિતાને વોટ્સએપ પર મોકલી દેવાયો હતો.
કાવ્યા તેના બે મિત્રો સાથે ડોક્ટરનું ભણવા વિદેશ જવા માંગતી હતી. કાવ્યા જાણતી હતી કે તેના પિતા તેને મોકલશે નહી. પરંતુ માતાપિતા તેને ખૂબ પ્રેમ કરતા હોવાથી તે મુશ્કેલીમાં હશે તો તેના માટે પૈસાની વ્યવસ્થા કરેશે તેવી કાવ્યાને ખબર હતી. ત્યારબાદ કાવ્યાએ આ અપહરણનું નાટક ઘડી કાઢ્યું હતું.
જોકે તેમ છતા હજી સુધી કાવ્યાનો પતો લાગ્યો નથી. ના પોલીસ તેને શોધી શકી છે કે ના તો તેના માતાપિતાનો તેણે સંપર્ક કર્યો છે.
જોકે પોલીસે કાવ્યાના મિત્રોને કહ્યું છે કે તે જ્યાં પણ હોય પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય કારણકે તેના માતાપિતા ખૂબ પરેશાન છે
આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર
આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…
