Ahmedabad lovejihad/ લવજેહાદઃ વિધર્મીએ વિધવાને પ્રેમમાં છેતરતા કરતા આપઘાત કરવા નીકળી

અમદાવાદમાં લવજેહાદનો (Lovejihad) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિધવા મહિલાને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. પછી મહિલાનું ધર્મપરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરી તેને ગર્ભવતી બનાવી હતી.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદમાં લવજેહાદનો (Lovejihad) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિધવા મહિલાને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. પછી મહિલાનું ધર્મપરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરી તેને ગર્ભવતી બનાવી હતી. આ વિધર્મી યુવક પાછો પરીણિત પણ હતો અને તેને ત્રણ સંતાનો હતા. આ બધી ખબર પડતા જ વિધવા મહિલા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા નીકળી હતી, પણ આપઘાત પહેલા તેણે પોતાનો વિડીયો બનાવતા પોલીસે તેને આપઘાત કરતા બચાવી હતી અને કેસ નોંધાવવા જણાવ્યું હતું.

તેના પછી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મહિલા પોલીસમથકમાં આ લવજેહાદની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મુજબ તૌસિફ ઉર્ફે વસીમ ભિસ્તી નામના 35 વર્ષના યુવકે એક વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. તે વિધર્મી હોવા છતાં તેણે વિધવાને તેના જ ધર્મનો હોવાની ઓળખ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી.

યુવતીને યુવકે પોતાના ધર્મ અંગે શરૂઆતમાં અંધારામાં રાખી હતી અને જ્યારે યુવતીને ખ્યાલ આવ્યો ત્યારે તેણે ધર્મપરિવર્તન કરાવી નિકાહ કર્યા હતા. તેના પછી યુવક પોતે પરીણિત છે અને ત્રણ સંતાનોનો પિતા પણ છે તે ખ્યાલ આવતા વિધવા મહિલા સ્તબ્ધ થઈ ગઈ હતી. આમ પ્રેમમાં છેતરાઈ હોવાનું જાણી વિધવા મહિલા આઘાત પામી હતી અને પછી રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા ગઈ હતી.

તેના પછી તેણે આત્મહત્યા કરવાનું ટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે યુવાનની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી તૌસિફ ઉર્ફે વસીમ છેલ્લા દોઢ વર્ષથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. અગાઉ મહિલા હોમગાર્ડમાં ફરજ બજાવતી હતી. આ દરમિયાન તે લાલ દરવાજા બસમાં મુસાફરી કરતી હતી. તે સમયે આરોપી તૌસીફ બસમાં કંડક્ટર તરીકે કામ કરતો હતો. તેના પછી તૌસિફ સાથે મહિલાનો સંપર્ક થયો હતો. સંપર્કના પગલે બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમસંબંધ બંધાયો હતો.

બંનેના પ્રેમસંબંધ પછી મહિલાને ખ્યાલ આવ્યો કે તેણે જેની સાથે સંબંધ રાખ્યો છે તે પોતાના ધર્મનો નથી પરંતુ તેણે તેનું નામ બદલીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આમ છતાં પણ સમગ્ર મામલે મહિલાએ ધર્મપરિવર્તન કરીને યુવક સાથે નિકાહ કર્યા હતા અને તેને ચાર માસનો ગર્ભ પણ હતી. જો કે તેના પછી તેને ખબર પડી હતી કે યુવક ફક્ત વિધર્મી જ નથી પરીણિત પણ છે અને તેને ત્રણ સંતાનો છે, જેના પગલે તે ચોંકી ગઈ હતી અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત/ઓસ્ટ્રેલિયાથી અમદાવાદની ઓફિસમાં પહોંચી ગયો મૃતદેહ,કોનો હતો મૃતદેહ અને કેવી રીતે પહોચી ગયો ઓફિસમાં મૃતદેહ જાણો વિગતો

આ પણ વાંચો: surat crime news/સુરતના નાનપુરામાં 400 રૂ. માટે મિત્ર એ જ નિર્દયીપણે મિત્રની કરી હત્યા, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ પણ વાંચો: sucide/બોટાદમાં ટ્રેન નીચે પડતું પિતા-પુત્રએ કર્યો આપઘાત