Gujarat News : વડોદરામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક વિચિત્ર ઘટનાએ ચકચાર જગાવી છે. લોકો આ બનાવને લઈને જાત જાતના તર્ક વિતર્ક કરી રહ્યા છે.
આ બનાવની વિગત મુજબ વડોદરાના સાવલીમાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં 15 વર્ષની બાળકી ડિલીવરી માટે આવી હતી. બીજીતરફ બાળકીએ પોતાની જાતે જ ડિલીવરી કરી હતી. ડિલીવરી બાદ કિશોરીએ નવજાત બાળકને ત્યજી દીધું હોવાની માહિતી બહાર આવી હતી.
આ કિશોરીએ નવજાત શિશુને ત્યજી દીધા બાદ બાળક આખી રાત પતરાના શેડ પર પડી રહ્યું હતું.
દરમિયાન બાળકની ડિલીવરી અને તેને ત્યજી દેવાના આ બનાવમાં હોસ્પિટલના સ્ટાફની સંડોવણી વ્યક્ત થઈ રહી છે. આ શંકાને આધારે પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું
આ પણ વાંચો:25 વર્ષ પહેલા નિર્દોષ છુટેલા વ્યક્તિને હાઈકોર્ટે પત્નીની હત્યા કેસમાં આપી આજીવન કેદની સજા
આ પણ વાંચો:44 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં,દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?
