Palanpur News/ બનાસકાંઠાના પાલનપુર બસપોર્ટમાં બે યુવતીઓએ પહેલા માળેથી લગાવી છલાંગ

બનાસકાંઠાના પાલનપુરમાં બે યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી છે. પાલનપુર બસપોર્ટમાં આ બનાવ બન્યો છે. બંને યુવતીઓએ પાલનપુરના બસપોર્ટના પહેલા માળેથી છલાંગ લગાવી છે. આ ઘટનામાં બંને યુવતીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Gujarat Others

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરમાં બે યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી છે. પાલનપુર બસપોર્ટમાં આ બનાવ બન્યો છે. બંને યુવતીઓએ પાલનપુરના બસપોર્ટના પહેલા માળેથી છલાંગ લગાવી છે. આ ઘટનામાં બંને યુવતીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

વાસ્તવમાં સમગ્ર પ્રકરણમાં બનાસકાંઠાના પાલનપુર બસ પોર્ટમાં પોલીસે કાફેમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જ બે યુવતીઓએ પહેલા માળેથી છલાંગ લગાવી હતી. પોલીસના અંદાજ મુજબ આ બંને યુવતીઓ કાફેમાં કામ કરતી હશે અને પોલીસે રેડ પાડી ત્યારે તેઓએ ડરના લીધે ત્યાંથી છલાંગ લગાવી હોવાનો અંદાજ છે. આ ઘટનામાં બંને યુવતીઓને ઇજા પહોંચી છે અને ત્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસે કાફે પર દરોડો પાડવાના લીધે યુવતીઓએ છલાંગ લગાવી હતી કે તેની પાછળ બીજું પણ કોઈ કારણ છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UPSC/યુપીએસસીએ એનડીએ અને નેવલ એકેડેમી પરીક્ષાના પરિણામોની જાહેરાત કરી

આ પણ વાંચો: Pregnancy Test/બાવળામાં ગર્ભપરીક્ષણ કરતાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડોક્ટર પકડાયા

આ પણ વાંચો: Gujarat University News/ચાર વર્ષના વિલંબ પછી ગુજરાત યુનિ. NAAC માન્યતા પ્રાપ્તિ માટે અરજી કરશે